Gujarat

શ્રેષ્ઠ કેપ્ટન કોણ? ICCના પોલમાં કોહલી અને ઇમરાન ખાન વચ્ચે થઇ કાંટાની ટક્કર

બુધવારે ICCના પોલને કારણે સોશિયલ મીડિયા પર બઝ સર્જાયો

અંતે વોટિંગમાં નજીવા અંતરે કોહલી સામે ઇમરાને  બાજી મારી

નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટ જગતમાં બુધવારે એક રસપ્રદ મુકાબલો (ICC Poll) જોવા મળ્યો. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી.

છેલ્લા 24 કલાકમાં આઇસીસીના આ પોલ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર બઝ (ગણગણાટ) જોવા મળ્યો. ICC દ્વ્રારા એક પોલ યોજવામાં આવ્યું. જેમાં ‘વિશ્વનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ’ અંગે ક્રિકેટ રસિકો પાસેથી કેપ્ટન તરીકે કોનું પ્રદર્શન સારું રહ્યું તે અંગે વોટિંગ કરાયું હતું.

બુધવારે પોલિંગની અંતિમ ક્ષણોમાં વિરાટ કોહલી અને ઇમારન ખાન વચ્ચે રસાકરી સર્જાઇ હતી. અંતે ઇમરાન ખાને નજીવા અંતરે બાજી મારી

પોલમાં 5.36 લાખ મત પડ્યા. જેમાંથી 47.3 ટકા વોટ ઇમરાનને અને 46.2 ટકા મત કોહલીને મળ્યા હતા.

ભારતમાં ટ્વીટર પર સતત હકોહલી માટે વોટિંગની અપીલ કરવામાં આવી રહી હતી. તે નંબર વન ટ્રેન્ડ પણ બની રહ્યું હતું. પ્રારંભમાં ઇમરાન ખાન આગળ ચાલી રહ્યા હતા. જ્યારે કોહલીએ વચ્ચે વચ્ચે જોરદાર ટક્કર આપી હતી. પરંતુ અંતે એક ટકા કરતા પણ ઓછા મતે ઇમરાને બાજી મારી લીધી.

વાસ્તવમાં ગત દિવસ આઇસીસીએ ટ્વીટ કરી હતી કે ક્રિકેટ વિશ્વના કેટલાક ખેલાડી એવા છે, જેમનું કેપ્ટનશીપ ઉપરાંતનું પરફોર્મન્સ સતત સારુ થતું ગયું.

મુકાબલામાં સામેલ ડિલિયર્સને માત્ર 6 ટકા મત

આ મુકાબલામાં કોહલી ઉપરાંત ઇમરાન ખાન, દક્ષિણ આફ્રિકાના ધુરંધર ખેલાડી એબી ડિવિલિયર્સ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર મેગ લેનિંગ સામેલ રહ્યા. આઇસીસીએ તમામના રેકોર્ડ શેર કર્યા હતા

વોટિંગમાં ડિવિલ્યર્સને 6 ટકા અને મેગ લેનિંગને માત્0.5 ટકા જ વોટ મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *