ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એસએસ અય્યર લખે છે કે, કેટલાક અર્થશાસ્ત્રીઓ ઈચ્છી રહ્યાં છે કે, સરકાર આર્થિક પ્રોત્સાહનની જાહેરાત કરે. પરંતુ આનાથી પણ વધારે જરૂરત છે કે, રસી ફ્રિમાં આપવામાં આવે. વેક્સિનેશન જેટલું વ્યાપક હશે અને લોકપ્રિય થશે, તેટલા પ્રમાણમાં ભયનું વાતાવરણ ખત્મ કરવામાં મદદ મળશે. ભય ખત્મ થવા પર અર્થવ્યવસ્થા પાટા પર ફરી શકે છે.
લેખકનું માનવું છે કે, દેશમાં કૃષિની સ્થિતિ ઠિક છે, ઉદ્યોગ પણ પાટા પર આવતા જોવા મળી રહ્યાં છે, પરંતુ સર્વિસ સેક્ટરમાં કોરોનાનો પ્રભાવ દેખાઇ રહ્યો છે. સામાન્ય લોકો એક-બીજાના ઘરે અવર-જવરથી ડરી રહ્યાં છે. એવામાં સૌથી વધારે અસર સેવા ક્ષેત્ર પર બનેલો છે, જેના પર 50 ટકા જીડીપી નિર્ભર છે.
એક વખત જો વેક્સિનેશનનો અભિયાન સફળ થઈ ગયો અને 50 ટકા લોકોમાં પણ એન્ટીબોડી વિકસિત થઈ ગઈ, તો ભારત હર્ડ ઈમ્યૂનની સ્થિતિમાં આવી જશે. તે પછી કોરોના દેશ માટે ખતરારૂપ રહેશે નહીં અને તે સામાન્ય ફ્લૂની જેમ થઈ જશે. અય્યર લખે છે કે, આરબીઆઈ માટે આ યોગ્ય સમય છે કે, તે નોટ છાપે અને જનતામાં રોકડની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાની ભૂમિકા ભજવે.
અય્યર પબ્લિક સેક્ટર બેંકને લઈને ફરીથી મૂડીકરણ (રી-કેપિટેલાઈઝેશન) હિમાયત કરે છે. રોકાણનું વાતાવરણ બનાવવા માટે પબ્લિક ઈન્વેસ્ટમેન્ટને મજબૂત કરવાની ભલામણ પણ લેખક કરે છે. નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની જરૂરત છે. આત્મનિર્ભર ભારતનો નારો સંરક્ષણવાદને પ્રોત્સાહન આપે છે. આયાત ટેક્સ વધારવાથી કોઈ ફાયદો મળવાનો નથી. રચનાત્મક બનવું પડશે.
સ્તબ્ધ છે દેશ
પી ચિદમ્બરમે ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પોતાના લેખમાં લખ્યું છે કે, એક પછી એક એવી ઘટનાઓ ઘટી રહી છેકે, લોકો સ્તબ્ધ થઈ ગયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તેઓ એવું બજેટ બનાવવા જઈ રહ્યાં છે, જે પહેલા ક્યારેય બન્યો નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાઓથી સંબંધિત દરેક મુદ્દા પર વાટાઘાટા માટે કમેટી બનાવી તો કમેટીના ચાર સભ્યો વિશે જાણીને પણ જનતા સ્તબ્ધ થઈ ગઈ. તે પણ આશ્ચર્યજનક છે કે,ખેડૂતોને ત્યારે પણ સરકાર ચર્ચા માટે બોલાવી રહી છે, જ્યારે સત્તાધારી પાર્ટીના નેતા, મંત્રી અને એટર્ની જનરલ પણ તેમને ખાલીસ્તાની કહી રહ્યાં છે.
ચિદમ્બરમ લખે છે કે, ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી ચર્ચા વિશે આરટીઆઈ હેઠળ જાણકારી આપવા માટે વિભાગ એકબીજા ઉપર જવાબદારી નાંખી રહ્યાં છે, પરંતુ જાણકારી મળી રહી નથી. કૃષિ વિષયક બિલ ના સંસદીય સમિતિને મોકલવામાં આવ્યા ના આના પર રાજ્યાસભામાં મતવિભાજન થયા. આ કેવી વિડમ્બના છે કે, જે સરકારે રાજ્યસભામાં એક પણ અનુચ્છેદ પર ચર્ચા કરી નથી, તે સિંધુના રસ્તાઓ પર ચર્ચાનો પ્રસ્તાવ આપી રહી છે.
ચિદમ્બર લખે છે કે, પાછલા નાણાકીય વર્ષમાં સરકારે જે કંઈપણ કરવું જોઈતું હતુ, જેમાં ગરીબ પરિવારોને રોકડ આપવી, જીએસટી ટેક્સમાં ઘટાડો કરવો, સરકારનો ખર્ચ ઓછો કરવો, એમએસએમઈ માટે રાહતની યોજના સામેલ છે. જોવા જેવું તે રહેશે કે, આગામી બજેટમાં પણ નાણામંત્રી આ દિશામાં પહેલ કરે છે કે નહીં. આશા છે કે, નાણામંત્રી દેશને નિરાશ કરશે નહીં, જેમ કે તેમને મહામારી વખતે કર્યો હતો.
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં તલવીન સિંહે દેશવ્યાપી કોરોના વેક્સિનના અભિયાનની ચર્ચા કરતાં લખ્યું છે કે, આ વેક્સિન ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર કરવામાં આવી, પરંતુ અતીતમાં સમાજવાદના નેતાઓને શ્રેય લેવા માટે એટલા પ્રશિક્ષિત કરી દેવામાં આવ્યા છે કે, આજે પણ વેક્સિનનું શ્રેય પોતે લેવાથી પીછેહઠ્ઠ કરી રહ્યાં નથી. મહામારીએ તે કામ જરૂર કર્યું છે કે, દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ તરફ બધાનું ધ્યાન દોર્યું છે. હાલમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક હોસ્પિટલમાં બાળકો સળગીને મરી ગયાની ઘટના તરફ પણ ધ્યાન અપાવ્યું છે.
લેખિકાએ શિક્ષણ અને સ્વાસ્થ્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે અને આ પ્રશ્નના બહાને પરિવારવાદનો પણ પ્રશ્ન કર્યો છે. લેખિકાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી પહેલા દેશભરમાં તેવી સ્થિતિ બની ગઈ હતી કે, પંચાયત સુધીમાં પોતાનો વારસો નક્કી કર્યા પછી જ પોતાની જગ્યા છોડવા માટે તૈયારી બતાવવામાં આવતી હતી. નરેન્દ્ર મોદીના રાજકારણે તે સ્થિતિમાં સુધાર કર્યો છે, પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રને તેમને નજર અંદાજ કરી દીધું છે.