Gujarat

સગીર મોબાઈલની લત લાગતા પરિવારજનો સાથે મારામારી કરતો

આણંદ
આણંદ શહેરમાં આવેલા એક વિસ્તારમાં રહેતી અંજના પટેલ (નામ બદલ્યું છે) નામની ૨૫ વર્ષીય યુવતી રહે છે. થોડા સમય અગાઉ તેણે ૧૮૧ અભયમ હેલ્પલાઈનને ફોન કર્યો હતો અને મદદ માગી હતી. જ્યારે અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે તેઓ સમગ્ર હકીકત જાણીને ચોંકી ઊઠ્‌યા હતા.સામાન્ય રીતે વાલીઓ બાળકોને મોબાઈલ હાથમાં પકડાવી દીધા પછી પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. જાેકે ખરી જવાબદારી એ પછી જ શરૂ થતી હોય છે. હાલમાં ઓનલાઈન ભણવાને પગલે મોબાઈલ અનિવાર્ય છે, પણ વાલીઓએ પણ બાળક કેટલા કલાક મોબાઈલ વાપરે છે એનું ધ્યાન રાખવું જાેઈએ. અમુક સમય કરતાં વધુ મોબાઈલ ન આપવો એ જ હિતાવહ છે. મોબાઈલ સમય બચાવે છે તો સમય બગાડે પણ છે, પરંતુ એનો કેવો વપરાશ છે એના પર બધું ર્નિભર કરતું હોય છે. જાેકે મોબાઈલનો અમર્યાદ ઉપયોગ ક્યારેક વરવું પરિણામ પણ લાવતું હોય છે. અલબત્ત, આવો જ એક કિસ્સો આણંદ શહેરમાં બન્યો છે, જેમાં ધોરણ ૧૦ પાસ થયા બાદ સગીર મોબાઈલમાં ગેમ રમવાના રવાડે ચઢી ગયો હતો. ૨૪ કલાકમાંથી ૧૬ કલાક સુધી ગેમ રમતો. સગીર એ પછી ગેમમાં બતાવે એવી મારામારી તેના પરિવાર સાથે કરતો હતો, જેને પગલે પરિવારને અભયમ હેલ્પલાઈનની મદદ લેવી પડી હતી. વાત જાણે એમ હતી કે અંજના પટેલની માતા હાલમાં ઈઝરાયેલમાં છે. તેણે તેનાં દાદા-દાદી, પિતા અને ભાઈ સાથે રહે છે. ભાઈ અમન (નામ બદલ્યું છે) ધોરણ ૧૦ પાસ કર્યા બાદ આઈટીઆઈનો કોર્સ કરી રહ્યો છે. જાેકે તેનું ભણવા કરતાં મોબાઈલમાં ધ્યાન વધુ હોય છે, એવી ફરિયાદ ખુદ બહેને જ કરી હતી. સામાન્ય રીતે દિવસના ૨૪ કલાકમાંથી તે ૧૬ કલાક સુધી મોબાઈલમાં ડાઉનલોડ કરેલી ગેમ રમ્યા કરતો. દિવસ આખો ઊંઘી રહે અને રાત્રે ઉજાગરા કરે છે. એ પછી ગેમ પ્રમાણે તે પરિવારજનો સાથે મારામારી કરે છે. વધુમાં અભ્યાસ પણ કરતો નહોતો. ઘરનું જમવાનું નહીં અને બહારથી હોટલમાંથી જમવાનું મગાવવું એ જ તેની દિનચર્યા બની ગઈ હતી. આખરે કંટાળેલા પરિવારે અભયમની મદદ માગતાં અભયમની ટીમ દ્વારા અમનનું કાઉન્સેલિંગ કરી મોબાઈલમાં વેડફાતો સમય ઓછો કરી નાખવા, અભ્યાસ પર ધ્યાન આપવા તેમજ કુટુંબીજનો સાથે પ્રેમભર્યો વર્તાવ કરવા જણાવ્યું હતું. જે બાબતે અમને પણ સહમતી દર્શાવી હતી.

The-son-started-fighting-with-the-family-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *