Gujarat

સનખડા થી મોઠા રોડની સાઇડોમાં બાવળોનું સામ્રાજ્ય વાહન ચાલકો હેરાન પરેશાન…

તંત્ર દ્વારા રસ્તાનું કામ પણ અધૂરૂ છોડી મુકી ચાલ્યા જતા લોકોમાં રોષ..

ઊનાના સનખઠા થી મોઠા ગામ તરફ જતાં રસ્તાની બન્ને સાઇડોમાં બાવળના મોટા મોટા ઝાડ ઉગી નિકળતા રસ્તાઓ સાકળા થઇ રહ્યા છે. જેના કારણે સનખડા થી મોઠા ગામે જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. અને રસ્તા સામ સામે વાહન આવતા હોય ત્યારે એકબીજા વાહન પસાર થઇ શક્તા નથી. અને તંત્ર દ્રારા આ રોડનું કામ પણ અધુરુ છોડી મુકી દેવાયેલ હોવાના કારણે વાહન ચાલક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અધુરો બનાવેલ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે અને રસ્તા પરની બન્ને સાઇડોમાં ઉગી નિકળેલા બાવળના ઝાડને દૂર કરવા બન્ને ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

-રોડની-સાઇડમાં-બાવળોનું-સામ્રાજ્ય-લોકો-પરેશાન-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *