ઉના તાલુકાનું છેવાડાનું સૈયદ રાજપરા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. હાલ ધો.૬ થી ૮ નો અભ્યાસ કરવા આવતા ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પાણી માંથી પસાર થઇ શાળાએ અભ્યાસ કરવા જવું પડે છે. ત્યારે એક તરફ ડેગ્યુએ તાલુકામાં અજગરી ભરડો લીધો હોય ત્યારે વરસાદી પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય ત્યારે છાત્રોના અભ્યાસ પર પણ અસર પડતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

