Gujarat

સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગરપાલિકાકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

 ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રહેલ કલા વારસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કલા પ્રકારોમાં મુખ્યત્વે ગરબારાસલોકનૃત્યોઆદિવાસી નૃત્યોભવાઈકઠપૂતળીશેરી નાટકો વગેરેને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તુરીરાવણ હથ્થોગાગર પર સંગીત આપતા સંગીતકારો તથા તેના જેવી કલાકારોની કલા લુપ્ત થવાને આરે આવી છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

                 વળીઆર્થિક કારણોસર તથા આયોજનની ઉણપના કારણે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થતી નથી ત્યારે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી સાંસ્કૃતિક વારસાના જતન માટે જામનગર મહાનગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગત તા.૧૯/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫ કલાકે એમ્યુઝમેન્ટપાર્કજામનગર ખાતે તેમજ તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૬ કલાકે લાખોટા તળાવના ઓપન થીયેટરજામનગર ખાતે રાખવામાં આવેલ હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગર શહેરના વિવિધ કલા સંસ્થાઓના કલાકારો દ્વારા ગરબારાસનૃત્યોવાદન-ગાયન રજુ કરેલ હતા. આ કાર્યક્રમમાં ૩૬૦ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો.

               આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી બીનાબેન કોઠારીરોટરી કલબના પ્રમુખશ્રી લલીતભાઈ જોશીજીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળાપ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મહેશજી ઠાકોરભગીરથસિંહ જાડેજાભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

1-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *