સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં વાતાવરણમાં પલ્ટો .વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે ચિતા નો વિષય બન્યો એક તરફ ઘઉં વરિયાળી બટાકા રાયડો જીરું જેવા પાકો ની ખેતી કરવા ના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માં નિરાશાજનક સમય થી ફફડાટ વ્યાપ્યો છે શાકભાજીના પાકની ખેતી માટે અને બટાટા ના વાવેતરમાં ખુબજ અસરો થાય તેવી ભીંતી સેવાઇ રહી છે મોંઘવારી માં બિયારણો ના આસમાને ભાવ પહોંચ્યા છે અને ઉપજ ના સમયે નીચા ભાવો મળતા ખેડૂતો ક્યારેક માનવસર્જિત તો ક્યારેક કુદરતી આફતો નો ભોગ બની જાય છે એકપણ સિઝન એવી નથી હોતી કે ખેડૂત ને રોવા ના દહાડા નહિ આવ્યા હોય આમ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ની ઊંઘ હરામ થઈ ગઈ છે
ઉમંગરાવલ સાબરકાંઠા 6353933736



