બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દર્શન મુલાકાતે આવી પહોંચ્યા જ્યાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ના તેઓએ દર્શન કર્યા હતા,હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ સી.આર.પાટીલ ને પ્રસાદીનો હાર પહેરાવી સ્વાગત સન્માન કર્યુ હતું, સાથે જ કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા રક્તની ૨૫૧ બોટલ થી સી.આર.પાટીલની રક્ત તુલા કરવામાં આવી હતી, આ સાથે જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે સી.આર. પાટીલે મંદિર વિશે જણાવતાં કહ્યું હતું કે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ માં દેશના લોકોમાં ખૂબ જ શ્રદ્ધા છે ત્યારે દર્શન કરી ધન્યતા અનુભવુ છુ. તેવું જણાવ્યું અને સાથે જ હાલની કોરોનાની પરિસ્થિતિમાં રક્તની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે આ તકે ૨૫૧ બોટલ રક્ત એકત્ર કરી અને જરૂરિયાત મંદ લોકોને મદદરૃપ થાય તેવું સેવાર્થે કાર્ય કર્યું હોવાનુ જણાવી કામગીરીને બિરદાવી હતી….


