Gujarat

સાવરકુંડલામાં આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટ ચલાવતા ચકચાર

સાવરકુંડલા શહેરમાં બે દિવસ પહેલા સાંજે ૭.૩૦ કલાકે એક યુવકની આંખમાં મરચાની ભૂકી છાંટીને ૫૨૦૦ રોકડ તથા એટીએમ કાર્ડની લૂંટ ચલાવવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે યશભાઈ અજયભાઈ છાંટબાર (ઉ.વ.૨૨)એ હસન ઉર્ફે બાઠીયો યુનુસભાઈ કાઝી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા સાંજે સાડા સાત વાગ્યે તેઓ આઝાદ ચોકથીજૂના બસ સ્ટેન્ડ જવાના રસ્તે સંઘ પાસેથી ટુ વ્હીલ લઈને પસાર થતાં હતા ત્યારે આરોપીએ તેને ઉભો રાખ્યો હતો. જે બાદ ગાળો આપી, કાઠલો પકડીને છરી બતાવી હતી. ઉપરાંત ખિસ્સામાં પડેલા રોકડા રૂપિયા ૫૨૦૦ તથા બેંકનું એટીએમ કાર્ડ લૂંટી મરચાની ભૂકી છાંટી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર બી.વી. પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *