Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા  દ્વારા વિદ્યાર્થીઓમાં ગ્રાહક જાગૃતિ અંગે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલ.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————આજરોજ સાવરકુંડલા શહેરની આઝાદી કાળ પૂર્વેની સાવરકુંડલા શહેરની વાણિજ્ય ક્ષેત્રે ગોરવ લઈ શકાય તેવી જે. વી. મોદી હાઈસ્કુલ કે જ્યાં એક સમયનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈએ પણ શિક્ષણ મેળવેલું એવી સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના સમી શાળામાં આજરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ  દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ગ્રાહક જાગૃતિ સંદર્ભે અહીં જે. વી મોદી હાઈસ્કુલનાં અદ્યતન કોન્ફરન્સ હોલમાં ઉચ્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે. વી મોદી હાઈસ્કુલનાં આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઇ હીરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી તથા સાવરકુંડલા તાલુકા કાનૂની સત્તા મંડળ ના શિવરાજસિંહ ટાંક દ્વારા એક સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિ અંગે વિશદ સમજ આપવામાં આવી હતી. આ તકે જે. વી મોદી હાઈસ્કુલનાં આ સુંદર મજાના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ધ્યાન અને રસપૂર્વક વક્તાઓનાં વક્તવ્ય સાંભળ્યા હતાં.. આમ તો પ્રારંભથી જ બાળકોમાં ગ્રાહક તરીકેનાં તેને મળેલા અધિકારોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ પણ તેનાં રોજિંદા જીવનમાં કરી શકે એવી રસસભર વાતો પણ આ મંચ પરથી કરવામાં આવેલ. કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા સંદર્ભે સવિસ્તર માહિતી આપતાં પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ. શાળાનાં સ્ટાફ ગણે આ કારક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી..

IMG-20211221-WA0165.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *