સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગઈ કાલે ગુરુવારે સાવરકુંડલા શહેરનાં જલારામ મંદિર મંદિરે મહાપ્રસાદ (ખીચડી, કઢી, શાક)
ગુરુવારના યજમાન
શ્રી જલારામ બાપા
તેમજ હેતલબેન ઘનશ્યામભાઇ મશરૂ
હતાં. જલારામ ભક્તો આ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા હતાં. રઘુવંશી અગ્રણી અને લોહાણા સમાજનાં આગેવાન ઘનશ્યામભાઇ મશરૂને પૂ. જલારામ બાપા પર અપાર શ્રધ્ધા છે. આમ તો તેનાં કુટુંબમાં પણ ધાર્મિક વાતાવરણ હોય દેવદર્શન મંદિર પૂજા અર્ચના તેમનાં કુટુંબમાં થતાં રહે છે. આમ તો દર ગુરુવારે સાંજે ૭થી ૯ દરમિયાન અહીં જલારામ બાપાનાં મંદિરે જલારામભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જલારામ બાપાના ભક્તગણ જસાભાઈ સરૈયા, નરેન્દ્રભાઈ વણઝારા, ભરતભાઈ માનસેતા, મનોજભાઈ વણઝારા, હસુભાઈ માખેચા અને પરેશભાઈ કોટક સમેત અન્ય જલારામ ભક્તો દર ગુરુવારે બાપાનાં મહાપ્રસાદ પીરસવાની સેવા આપે છે.. આમ પણ સાવરકુંડલા શહેરમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ અને જલારામ ભક્તો હોય દર ગુરુવારે ભારે શ્રધ્ધા અને આસ્થાભેર મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જલારામ મંદિરમાં રમુદાદાએ પણ સર્વે જલારામ ભક્તોને આશિર્વાદ આપતાં જોવા મળે છે. આમ સાવરકુંડલા શહેરમાં ગુરુવારે તો જલારામ મંદિર જલારામ ભક્તો થઈ જલારામમય હોય છે.


