Gujarat

સાવરકુંડલા નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા કુંડલા વિભાગમાં સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા સંભાળી રહેલી ટીમે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ચોક પોલીસ ચોકી પાસેનાં વિસ્તારને ઝળહળતું રાખવા સતત પ્રયત્નશીલ રહે છે. પરેશભાઈ હોય એટલે અંધકાર ગાયબ.. 

(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
છે અજવાળાંની જાતું ક્યાં છે અંધારી એ રાતુ, રહે સદાય ઝળહળતું એવું કાર્ય કરતાં કર્મચારીઓની વાતું..
    સાવરકુંડલા નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ કામગીરી અંતર્ગત નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા કુંડલા વિભાગમાં નગરપાલિકા કર્મચારીગણ લલિતભાઈ, આશિષભાઈ, સાદિકભાઈ, ધ્રુવ અને સાવરકુંડલા શહેરમાં વાવાઝોડા દરમિયાન જેની અજોડ કામગીરી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં શહેરને ઝળહળતું કરનાર પરેશભાઈ જોષી સહિત તમામ સહ કર્મચારીઓની ટીમે કુંડલા વિભાગમાં સ્ટ્રીટ લાઈટ ક્ષેત્રે ખૂબ જ નોંધનીય કામગીરી કરતાં જોવા મળે છે. પ્રસ્તુત તસવીરમાં રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ચોક પોલીસ ચોકી ખાતે સમગ્ર ચોકને ઝળહળતું રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.. આવાં નિષ્ઠાવાન કર્મચારીઓની કામગીરી બદલ શહેરમા પણ તેની ભારે પ્રશંસા થઈ રહેલી જોવા મળે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *