*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી *ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ* ઉપરોક્ત ખુનનો ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેક્ટ કરવા અમરેલી *એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.* ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી *એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોડ, તથા સાવરકુંડલા રૂરલ પોલીસની* અલગ-અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવતાં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારનાં પીઠવડી ગામથી ૧ કિ.મી. દુર વંડા ગામ તરફ જવાનાં કાચા રસ્તા ઉપરથી લાશ લોહી લુહાણ હાલતમાં પડેલ હોય અને તેને છાતીના ભાગે તેમજ હાથે તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલા હતા ગંભીર હાલતમાં મરણજનાર મળી આવેલ હોય, જેથી આજુ-બાજુના વિસ્તારમાં તમામ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ઘરવામાં આવી તથા શંકાસ્પદ હિલચાલ ધરાવતાં મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સદ્યન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, તપાસ દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સ તથા અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળેલ કે, આ ગુન્હામાં સંડોવાયેલ ઈસમ પોતાની ટુ વ્હીલર ગાડી લઇ સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામની બહાર થોડે આગળ આવેલ ભેંકરા તથા ગાધકડા અને પીઠવડી ગામ જવાની ચોકડીએ થી નિકળનાર છે જે અન્વયે સદરહું જગ્યાએ વોચ ગોઠવતાં ત્યાંથી મજકુર ઈસમ ભાગી જવાની પેરવીમાં હોય, મજકુર ઇસમને રાઉન્ડઅપ કરી તેમની પુછપરછ કરતાં મજકુર ઈસમએ આ કામે મરણજનાર મનિષભાઇની મંગેતર સાથે પ્રેમ સંબંધ હોય, અને મરણજનાર આડખીલી રૂપ બનતો હોય, જેથી તેનું ઢીમ ઢાળી દઇ છરી વતી ઘાતકી હત્યા કરી લાશને અવાવરૂ વિસ્તારમાં છોડી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.
*પકડાયેલ આરોપી* ઃ-
રાજુભાઇ ઉર્ફે દડુ મથુરભાઇ રાઠોડ, ઉ.વ.-૨૦, ઘંઘો-ખેતીકામ, રહેવાસી-મુળ, તળાજા, ખારા વિસ્તાર, મહુવા ચોકડી પાસે,જી.ભાવનગર, હાલ લુવારાગામ, પ્રાથમિક શાળાની બાજુમાં દિનાભાઇ ટાવર રીપેરીંગ વાળાનાં મકાનમાં ભાડેથી તા.ગારીયાઘાર, જી.ભાવગનર.
*પકડાયેલ આરોપી પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ* ઃ-
એક જીઓ કંપનીનો કી-પેડ મોબાઇલ કિ.રૂા.૫૦૦/-
એક સેમસંગ કંપનીનો કી-પેડ મોબાઇલ કિ.રૂા.૫૦૦/-
એક બઝાજ કંપનીનું ડીસ્કવર મો.સા.કિ.રૂા.૨૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ-૨૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાવામાં આવેલ છે.
આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ *અમરેલી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ* નાઓની સુચના અન્વયે એસ.ઓ.જી. પો.સ.ઈન્સ. *શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમને* અજાણ્યા યુવકની હત્યા કરી, લાશ અવાવરૂ વિસ્તારમાં છોડી દઇ આરોપીએ ગુન્હા પર પડદો પાડી દીધેલ હોય, આ વણશોધાયેલ હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એસ.ઓ.જી.ટીમએ સફળતા મેળવેલ છે. મજકુર પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે પો.ઈન્સ.,શ્રી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ખાતે સોંપી આપેલ છે.રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


