Gujarat

સાવરકુંડલા શહેરમાં કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનો ઉલાળિયો.. લોકો સતત બેફિકરાઈથી બઝારમાં હરતાં ફરતાં જોવા મળે છે. નિયમ પાલન માટે તંત્ર પણ ઉદાસીન હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. નવા વેરિયન્ટથી બચવા સાવધાની એ જ ઇલાજ છે.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક તરફ માનવજીવન સતત બેફિકરથી વ્યસ્ત છે.. લોકો કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરવાની ઉપેક્ષા સેવી રહ્યાં છે. એક તરફ ગુજરાતમાં પણ હવે નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ રહી છે તેવાં સમાચાર સમાચાર માધ્યમો દ્વારા આવી રહ્યાં છે. વળી આ વેરિયન્ટની ફેલાવાની ક્ષમતા પણ પેલાં તમામ વેરિયન્ટ કરતાં ઘણી વધારે છે. પ્રથમ લહેર બાદ પણ આપણી બેફિકરાઈ જ આપણને બીજી લહેર તરફ લઈ ગઈ હતી.. સાવરકુંડલા શહેરમાં પણ જાણે કોવિડ જેવી કોઈ ચીજ જ છે નહીં તેવી રીતે લોકો બઝારમાં હરતાં ફરતાં જોવા મળે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ તો ઠીક પણ એકાદ એકલ દોકલ વ્યક્તિનાં ચહેરા પર માસ્ક જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં જો કે તંત્ર પણ હવે થોડું ઢીલું વલણ અપનાવતું હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. હા, સંક્રમણ ઘટ્યું છે એ નિર્વિવાદ છે પરંતુ આ નવાં વેરિયન્ટથી બચવા પણ સાવધાની અને સાવચેતી એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. તંત્ર સફાળું જાગે એ પહેલાં લોકોએ સ્વૈચ્છિક રીતે કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે તૈયાર થવું જોઈએ.. પરંતુ ખૈર પડશે એવાં દેવાશેની માનસિકતા વચ્ચે ફરી એ વિકટ પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે હજુ સમય છે. ચેતતા નર સદા સુખી એ આપણી કહેવત પણ બિલકુલ ખોટી તો નથી..
એટલે સમયસર જાગૃત થઈ લોકોએ પોતાના આરોગ્યની અને પોતાના કુટુંબને સુરક્ષિત રાખવા માટે પણ કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું ચુસ્ત પાલન જરૂરી છે. આમ આ નિયમોનો બિલકુલ ઉલાળિયો થશે તો પરિણામ તો ભોગવવું પડશે.. પછી એ કતારોનાં વેરવા દ્રશ્યો હજુ પણ ક્યાં ભૂલાયા છે. તંત્ર પણ જાગૃત થઈને કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું ચુસ્ત પાલન કરાવે એ જ સમગ્ર સમાજનાં હિતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *