સાવરકુંડલા. તા. (બિપીન પાંધી દ્વારા)
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાળા નંબર ૨ માંથી ધોરણ ૬ થી ૮ ની દિકરીઓએ આપણાં લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પોસ્ટકાર્ડ લખી અને પોસ્ટ કરેલ છે. સરકાર શ્રી ના પરિપત્ર મુજબ દરેક કાર્યક્રમ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બે વિષય (1) સ્વતંત્ર ભારતના અનસનગ હીરો (2) ૨૦૪૭નું મારુંભારતનુંવિઝન પર પોસ્ટ કાર્ડ લેખન કાર્ય કરવામાં આવ્યું હતું દરેક કન્યાઓએ તેમાં હોંશભેર ભાગ લીધો હતો, કન્વીનર તરીકે હર્ષાબેન ચૌહાણ, ઇન્ચાર્જ આચાર્ય શ્રી હંસાબેન વિંઝુડા, આસિસ્ટન્ટ શીક્ષક શ્રી અરૂણાબેન ગામેતીએ જહેમત ઉઠાવી હતી, તેમ શાળા આચાર્ય શ્રી ભારતીબેન રાઠોડ દ્વારા જાણકારી મળેલ છે.


