(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત કુંડલા વિભાગ સ્મશાનમાં ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ એસ.આઈ. ભુપતભાઈ ખુમાણનાં માર્ગદર્શન મુજબ સુપરવાયઝર વિજયભાઈ ખાચર ની દેખરેખ હેઠળ કુંડલા વિભાગ સ્મશાનમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સુંદર સફાઈ કામગીરી થઈ રહી છે.. આમ તો આજરોજ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ શહેરનાં અમુક વિસ્તારોમાં સફાઈ અંગે સરપ્રાઈઝ લટાર મારતાં ઠેર ઠેર સફાઈ કામદારો દ્વારા સફાઈ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. જેની તસવીરો સાક્ષી પૂરે છે.
આમ નિયમિતરીતે પૂરાં જોશથી સફાઈ અભિયાન સઘન બને તો સાવરકુંડલા સ્વચ્છતા સર્વેક્ષણમાં આવતાં વર્ષે અગ્રતા ક્રમે આવી શકે ખરું … જો કે હવે લોકોએ પણ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવી પડશે… સહિયારો પ્રયાસ થાય તો સ્વચ્છતાનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાઈ શકે..

