સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં છેલ્લાં ત્રણેક દિવસથી વાદળામાં છૂપાયેલાં સૂરજદાદાએ આજે દર્શન દીધાં.. જો કે બપોર બાદ ફરી થોડા વાદળાં છવાયાં પરંતુ એકંદરે સૂર્યનારાયણનાં પ્રકાશના કારણે જનજીવનમાં તાજગીનો અહેસાસ થયો. લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. એક વાત સુનિશ્ચિત થઈ કે સઘળાં સંસારમાં સૂર્ય જ ઊર્જાનું કેન્દ્ર છે. કદાચ એટલે જ આપણી પ્રાચીન પરંપરામાં સવારે ઉઠીને નદી કાંઠે જઈને સૂર્યને અંજલિ ભર જળનું અર્ઘ્ય અર્પણ કરવામાં આવતું હતું. સૂર્યનમસ્કાર એ પણ સૂર્ય દેવનો આભાર માનવા માટે જ કરવામાં આવતો હશે. જોકે સવાર અને સાંજના કૂણો સૂર્ય પ્રકાશથી નિત્ય સ્નાન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચય થાય છે અને લોકોનું ઘણાં રોગોથી રક્ષણ થાય છે. કદાચ એટલા માટે જ સૂર્ય ને દેવનું સન્માન આપવામાં આવે છે..ઉગતાં સૂર્યની એ લાલીમા માનવીના મનને પણ ઝંકૃત કરે છે..

