સાવરકુંડલા શહેર યુવા ભા.જ.પ પ્રમુખ તરીકે અનિરૂદ્ધસિંહ જસવંતસિંહ રાઠોડ અને મહામંત્રી તરીકે શ્રી ધર્મેન્દ્રભાઇ પી.જોષી ની વરણી કરવામાં આવી.
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્રા ઝોનનાં પ્રભારીશ્રી વિનોદભાઇ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરિયા દ્વારા જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઇ બોઘરા અને શ્રી સુરેશભાઇ ગોધાણી તેમજ અમરેલી ના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચા ના ઉપપ્રમુખશ્રી મનીષભાઇ સંઘાણી અને અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખશ્રી ચેતનભાઇ શિયાળ દ્વારા સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે શ્રી અનિરૂદ્ધસિંહ જસવંતસિંહ રાઠોડ ની વરણી કરવામા આવી અને મહામંત્રી તરિકે શ્રી ધર્મેન્દ્રભાઇ પી.જોષી ની વરણી કરવા મા આવેલ છે. શ્રી અનિરૂદ્ધસિંહ જસવંતસિંહ રાઠોડ હાલમાં સાવરકુંડલા રાષ્ટ્રિય રાજપૂત કરણી સેના ના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે.ભુતકાળ માં તેઓએ સાવરકુંડલા શહેર યુવા ભાજપ મહામંત્રી તરીકે સતત બે ટર્મ સુધી જવાબદરી સંભાળેલ. સાવરકુંડલા શહેર માં બહોળા પ્રમાણમાં યુવા મિત્રો ધરાવતા અનિરૂધ્ધસિંહ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ જોષી ની વરણીને સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવિણભાઇ સાવજ, મહામંત્રીશ્રી વિજયસિંહ વાઘેલા, મહામંત્રીશ્રી રાજેશભાઇ નાગ્રેયા વિગેરેએ આવકારેલ છે.


