Gujarat

સાવરકુંડલા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા હોમગાર્ડ કચેરી ખાતે અહીં હોમગાર્ડ કમાન્ડર પ્રવિણભાઈ સાવજની ઉપસ્થિતિમાં તમામ હોમગાર્ડ જવાનોએ કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાથી જે અણધારી દુર્ઘટનામાં નિધન થયેલા તમામ શહીદોને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં તેની વીરતા, શૌર્ય અને સાહસની અનેક યાદોને વાગોળી હતી. આમ તો સમગ્ર રાષ્ટ્ર આ અણધારી દુર્ઘટનામાં શહીદ થયેલાં ભારતનાં સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય અફસરોનાં આવાં અચાનક નિધનના સમાચારથી સમગ્ર રાષ્ટ્ર ભારે શોક અને ગમગીનીમાં છે.. તેમનું રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન ભારતીય ઇતિહાસમાં હમેશાં અંકિત રહેશે..
શહીદ થયેલાં તમામને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરતાં સાવરકુંડલા હોમગાર્ડ જવાનો..

IMG-20211210-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *