પાટણ
પાટણમાં સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો તેમજ રોજબરોજના સરકારી કામકાજમાં ઉપયોગી પુરાવાઓ પૈકીના રેશનકાર્ડ અને મોટા તથા નાના બાળકોના આધારકાર્ડમાં સુધારા વધારા, આવકના તેમજ જાતીના દાખલાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય કાર્ડ સહિતના તમામ લાભો દરેક લોકોને એકજ સ્થળે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં પચકવાડા ઁ.ૐ.ઝ્ર. કેન્દ્ર દ્વારા ડાયાબિટીસ તથા મ્.ઁ.ચેકઅપ અને નિદાન કેમ્પ તથા કોરોના રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સરકારી આયુર્વેદ દવાખાના કલ્યાણા દ્વારા વિના મૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં સમાવિષ્ઠ ગામો કલ્યાણા, નેદ્રોડા, દશાવાડા, ધનાવાડા, કુંવારા, લવારા,વરસીલા અને સેવાલણી આ તમામ ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવા સેતુના કાર્યક્રમનો ઉત્સાહભેર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં એજાજ રાજપરા (તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર તાલુકા પંચાયત), ડી.સી.પટેલ (નાયબ, મામલતદાર), ભૂપેન્દ્રસિંહ વાઘેલા ( ડેલીગેટ સિદ્ધપુર તાલુકા પંચાયત, કલ્યાણા સીટ ), તાલુકા ૈં.ઝ્ર.ડ્ઢ.જી. અધિકારી બેન્કર (વિસ્તરણ અધિકારી), ડૉ.દર્શીત ઠાકર ( મેડીકલ ઓફિસર પચકવાડા ઁ.ૐ.ઝ્ર.), વૈધ પંકજ બારોટ ( સરકારી આયુર્વેદ દવાખાનુ કલ્યાણા ) મહેશ ચૌહાણ, તથા પુરવઠા, આરોગ્ય, સમાજ સુરક્ષા, ૈં.ઝ્ર.ડ્ઢ.જી., ફોરેસ્ટ, ય્.ઈ.મ્., વગેરે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવેશ કરેલા તમામ ગામોના સરપંચો, તલાટીઓ, રેવન્યુ તલાટીઓ, ગ્રામસેવકઓ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, આશાવર્કર બહેનો અને કલ્યાણા ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
