સુરત
ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાત સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. ગત રોજ રાતે વડાપ્રધાન મોદી દ્વારા રાજ્યોને કારોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ એક વખત ફરી દેશવાસીઓને કોરોના મહામારીથી બચવા માટેના તમામ ઉપાયોનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેઓએ કહ્યું કે મહામારીને હરાવવા માટે માસ્ક પહેરવા સહિતના ઉપાયોને યથાવત રાખવાની જરૂર છે. જાેકે, એક તરફ વડાપ્રધાન મોદી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે સૂચના આપે છે અને બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તેના ધજાગરા ઉડે છે.રાજ્યના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવનના ધ્યેય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઠંડીની વચ્ચે ૭૫૦૦થી વધુ સુરતીલાલાઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં જાેડાયા હતા. જાેકે, એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જ આવા કાર્યક્રમો કરવા જાેઈએ કે નહીં તેને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોના લાઈડલાઈન્સના ધજાગરા ઊડ્યા હતા. આ સાથે મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. ફીટ ઈન્ડિયા ફિટ ગુજરાતના નારા સાથે સમગ્ર રાજ્યભરમાંથી લાખો લોકોએ સાયકલ રેલીમાં ભાગ લીધો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ કિ.મી.નો સાયકલ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આવી ઈવેન્ટો કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. સુરત ખાતે યોજાયેલી સાયક્લોથોન માટે ૭૫૦૦થી વધુ શહેરીજનોએ નામાંકન નોંધાવી ભાગ લીધો હતો. આ સાથે રાજ્યભરમાં ૭૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ હજાર લોકો સાયક્લોથોનમાં જાેડાયા હતા. જ્યારે સ્ટેજ પર હાજર મંત્રીઓ પણ માસ્ક પહેરાવનું ચૂક્યા હતા. શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતના આંગણેથી સાયકલોથોનનો પ્રારંભ કરાવતા કરાવ્યો હતો. શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહપ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટના વડાપ્રધાનના નારાને ઝીલી લઈને રાજ્યના પ્રજાજનોના સ્વાસ્થ્ય-પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી. કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રકોસન ફોઝની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો/કોમોર્બિલીટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોસન ડોઝ આપવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. શહેરના હાર્દ સમા વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી ૨.૫ કિ.મી. લાંબા નવનિર્મિત જાેગીંગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી. આ ટ્રેક વાહન પાર્કિંગ સહિત રમતગમત માટે શહેરીજનોને ઉપયોગી પુરવાર થશે. ભગવાન મહાવીર કોલેજ ખાતે ૧૦ અને ૩૦ કિ.મી.ના રૂટ પર યોજાયેલી સાયક્લોથોનમાં વિવિધ સાયકલ ગ્રુપો, પોલીસ જવાનો, મહાનગર પાલિકાના કર્મયોગીઓ, હજારો સાયકલ સવારોએ ઉત્સાહભેર જાેડાયા હતા.
