Gujarat

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક

  • 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલકિલ્લાથી રેલી નીકાળશે, અમર જવાન જ્યોતિ પર ફરકાવશે તિરંગો
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે વાતચીત

Farmers Protest Against Farm Laws 2020: કૃષિ કાયદાને (Farm Laws 2020) લઈને શુક્રવારે એક વખત ફરીથી કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત થશે. એક તરફ સરકારને આ વાતચીતનું સકારાત્મક પરિણામ આવવાની આશા છે, તો બીજી તરફ ખેડૂત સંગઠનો આજની વાતચીતના આધારે આગળની રણનીતિ નક્કી કરવાનું વિચારી રહ્યાં છે.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા (Farm Laws 2020) અને ખેડૂત આંદોલનને (Farmers Protest) લઈને દાખલ વિવિધ અરજીઓ પર સુનાવણી બાદ આ કાયદના અમલ પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે સમાધાન માટે નિષ્ણાંતોની એક કમિટી બનાવી છે. જેમાં સભ્યોને નોમિનેટ કર્યાં છે.

જો કે આ કમિટીમાં સામે ભારત કિસાન યુનિયનના નેતા ભુપિંદર સિંહ માને ખુદને કમિટીથી અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. એવામાં આજની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે, અમે શુક્રવારે સરકાર સાથેની બેઠકમાં સામેલ થઈશું. કૃષિ કાયદાની (Farm Laws) સમીક્ષા માટે બનાવવામાં આવેલી કમિટીના એક સભ્ય પહેલા જ અલગ થઈ ગયા છે, જે એક સારી વાત છે.

બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે, આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂત સંગઠનો સરકાર સાથે નવમા તબક્કાની વાર્તામાં સામેલ થશે અને સમાધાન થકી આંદોલનના (Farmers Protest)  અંત માટે વાતચીત ચાલુ રાખવી જરૂરી પણ છે.

ટિકૈતે વધુમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરીના દિવસે પણ ખેડૂતો પ્રદર્શન (Farmers Protest) કરશે. જેમાં ખેડૂતો લાલ કિલ્લાથી શરૂ કરીને ઈન્ડિયા ગેટ સુધી પ્રદર્શન કરશે. જે બાદ અમે અમર જવાન જ્યોતિ નજીક એકઠા થઈશું અને તિરંગો ફરકાવીશું. આ એક ઐતિહાસિક દ્રશ્ય હશે, જ્યાં એક તરફ ખેડૂતો, તો બીજી તરફ જવાનો હશે.

જણાવી દઈએ કે, દેશની રાજધાની દિલ્હીની બોર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના (Farmers Protest) અંત માટે અત્યાર સુધી થયેલા 8 તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ નથી આવ્યું. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજની બેઠક વિશે સકારાત્મક પરિણામ મળવાની આશા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *