Gujarat

સુરતના ૨૦ વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે ૩ કરોડની સહાય

સુરત
આ યોજના અંતર્ગત નિયત નમુનાનું અરજી પત્રક, અરજદારનો ફોટો, જાતિનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાત, પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્રક, અરજદારના પાસપોર્ટની પ્રમાણિત નકલ, અરજદારના વિઝા, અભ્યાસ માટે થનાર ખર્ચના અંદાજાે, લોન ભરપાઈ કરવા પાત્રતાનો દાખલો, બે સદ્ધર જામીનદારોના સ્ટેમ્પ ઉપર જામીનખત (રૂ.૫૦/- ના સ્ટેમ્પ પેપર પર) અને તેઓના ફોટા, મિલ્કત અંગેના આધાર, બંને જામીનદારોની સ્થાવર મિલકતના પુરાવા, પરિશિષ્ટ-ડ મુજબ સોગંદનામુ તેમજ લોન ભરપાઈ કરવા માટેની જાત-જામીન ખત જેવા જરૂરી પુરાવા અરજી સમયે રજુ કરવાના રહેશે.ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે વિદેશ અભ્યાસની આશીર્વાદરૂપ બનેલી લોનસહાય સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના કુલ ૨૦ વિદ્યાર્થીઓને રૂ.ત્રણ કરોડની સહાય આપવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદેશમાં જઈને તેજસ્વી કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલી છે. જેમાં કોઈ પણ આવકમર્યાદા વગર રૂ.૧૫ લાખની લોન વાર્ષિક ૪ ટકાના દરે મળવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *