સુરત
તાજેતરમાં જ અઢી વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યા કેસમાં પણ પોકસો કોર્ટે માત્ર ૨૯ દિવસમાં જ સુનાવણી હાથ ધરીને આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા સંભળાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હવે આજે થનારી આ કેસની સુનાવણી પર સૌની નજર છેશહેરમાં દરરોજ બાળકોને જાતીય શોષણનો શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી. જેમાં ૧૦ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ ૪૫ જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી તા.૭-૧૨-૨૦૨૦ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. અને આરોપીએ ઉશ્કેરાઇને જઈને બાળકીને માથા પર ઈંટના ૭ ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ૧૫ દિવસમાં જ ૨૩૨ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ ૪૫ જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને ૪૫ સાક્ષીઓની સરતપાસ તથા બચાવપક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પુરી કરી હતી. જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધના પોક્સો કેસનો સંભવિત ચુકાદો આજ પર મુલત્વી રાખ્યો હતો. આમ, આજે આ ચુકાદો આવી શકે છે.
