Gujarat

સુરતમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહના પોસ્ટમોર્ટમ જાણ થઈ કે દુષ્કર્મ થયું હતું

પાંડેસરા
દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘર આંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. ૧૦૦થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા હતા. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી. જાેકે બાળકી સાથે બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવતા આરોપી સામે ફિટકાર વરસી રહ્યો છે. આરોપીની ધરપકડ જલ્દી કરવામાં આવે અને બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારા ખુસાલા સામે આવ્યા છે. બાળકી સાથે બળાત્કારની કોશિશ પણ કરવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. રિપોર્ટમાં બાળકીના ગુપ્ત ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેના પરથી દુષ્કર્મની કોશિષ બાદ બાળકીની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રિથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનામાં અપહરણ બાદ હત્યાની આશંકા બતાવવામાં આવી રહી હતી. આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આજે આવ્યો છે. જેમાં બાળકી સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. અઢી વર્ષની બાળકી સાથે આ ધૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ તેનું મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.ગણેશ ગોવેકરે આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બાળકી સાથે એ હદે શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકીના યોનિમાર્ગમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. ૭ નવેમ્બરના રોજ વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા છે. જેમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં જાેડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *