સુરત
નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે સુરત શહેરમાં માસ્કના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. મહિના પહેલા ૨૦ હજાર માસ્ક સરેરાશ વેચાતા હતા જે હવે ૨૫ હજાર વેચાઈ રહ્યા છે. છેલ્લાં ૬ મહિનાથી માસ્ક અને સેનિટાઈઝરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા પાલિકાએ તૈયારી કરી છે. છેલ્લાં ૨ દિવસથી શહેરમાં માસ્ક અને સેનિટાઈઝરના વેચાણમાં વધારો થયો છે પરંતુ, કોરોનાની પહેલી અને બીજી લહેરની સરખમણીમાં ખુબ જ ઓછો વધારો છે. માસ્કના વેચાણમાં પણ છેલ્લાં ૨ દિવસમાં વધારો નોંધાયો કોરોનાની પહેલી લહેરમાં શહેરમાં અંદાજે રોજના ૬૦ હજાર જ્યારે બીજી લહેરમાં રોજના અંદાજે ૫૫ હજાર જેટલા માસ્કનું વેચાણ થઈ રહ્યું હતું. જેમાં પણ છેલ્લાં ૬ મહિનાથી વેચાણ ૨૦ હજાર માસ્કની આસપાસ થઈ રહ્યું હતું. છેલ્લાં બે દિવસથી ૨૦થી ૩૦ હજાર જેટલા માસ્કનું વેચાણ થઈ રહ્યું છે.નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે સુરત શહેરમાં ઈમ્યુનીટી બુસ્ટરની ટેબલેટના વેચાણમાં અંદાજે ૨૦ ટકા જેટલો વધારો જાેવા મળી રહ્યું છે, એક મહિના પહેલા સુરત શહેરમાં રોજની ૧૬ હજાર જેટલી ઈમ્યુનીટી બુસ્ટરની ટેબલેટનું વેચાણ થઈ રહ્યું હતું જે, હાલ રોજ ૧૯ હજારથી વધારે વેચાઈ રહી છે. મહિના પહેલા સેનેટાઇઝર રોજ ૨૫ હજાર લીટર જેટલું વેચાતું હતું હવે ઓમિક્રોનની બીકના કારણે લોકોએ વપરાશ વધાર્યો છે. હવે રોજ ૩૦ હજાર લીટર સેનેટાઇઝર વેચાઈ રહ્યું છે.


