Gujarat

સુરતમાં એકનો એક દિકરાએ ગળે ફાંસો ખાતા પરિવારમાં શોકનો માહોલ

સુરત
સુરતમાં આવેલા અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આદર્શ નગર સોસાયટીમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી વિવેક નરેશભાઈ કાકડીયાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ૧૭ વર્ષીય વિવેક નરેશભાઈ કાકડીયા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં માતમ છવાય ગયો છે. જેના કારણે માતા-પિતાને મોટો ઘ્રાસકો લાગ્યો છે. આપઘાત કરનાર કિશોરના કાકાએ કહ્યું કે, વિવેક માવતરને દગો કરી ગયો છે. એકના એક દીકરા વિવેકને આગળ અભ્યાસની અને ભણવા જવાની ઈચ્છા હતી. અમરોલી પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસે આ સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું કે, પરિવાર તેમના સાઢુ ભાઈને ત્યાં જમવા ગયો હતો. પરત ફરતા દીકરો વિવેક નરેશભાઈ કાકડીયા (ઉ.વ.૧૭) ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. વિવેક હાલ હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. વિવેકને ફરીથી ભણવાની ઈચ્છા થઇ હતી પરંતુ તેમની શાળાની ફી ભરવાની બાકી હતી. જેથી શાળાની ફિ નહિ ભરાતા વિધાર્થી માનસિક તણાવમાં હતો. જેને કારણે આ અંતિમ પગલું ભરવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યુ છે. થોડા સમય પહેલા પાંડેસરા વિસ્તારમાં ૧૨ વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતના પાંડેસરામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પાંડેસરા વિસ્તારના રણછોડનગરમાં રામભાન શાહુનો પરિવાર રહે છે. રામભાન શાહૂ મૂળ યુપીના છે, અને સુરતમાં કરિયાણાનો વ્યવસાય કરે છે. તેમનો ૧૨ વર્ષનો દીકરો ધોરણ ૮ માં ભણે છે. શાળાએથી ઘરે આવ્યા બાદ તેણે ભોજન કર્યુ હતું અને બાદમાં બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેની લટકતી હાલતમાં લાશ મળતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતીરાજ્યમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. આજકાલ તો યુવકો અને બાળકો પણ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ખચકાતા નથી. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *