Gujarat

સુરતમાં એક જ જમીન ૪ જણાને વેચીને છેતરપિંડી આચરી

નવાગમ,
સુરત એલ એચ રોડ ગાંધી વિહાર સોસાયટીમાં રહેતા અનેે મહાબળેશ્વર ખાતે બાપા સીતારામ હોટલ ચલાવતા યશવંતભાઇ છગનભાઇ સાવલિયાએ પોતાનાં મિત્ર મારફતેે ખાનપુર ગામનાં જમીન દલાલ ઇશ્વરસિંહ ઉર્ફે બચુકાકાં છીતુભાઇ ચૌહાણ મારફતે ખાનપુર ગામની બ્લોક નં ૨૧૧ વાળી ૭ વીઘા જમીન કિંમત ૩,૭૬,૦૦૦રૂપિયા નક્કી કરી વિષ ૨૦૦૮માં જિતેન્દ્રસિંહ ફતેસિંહ વાંસિયા પાસેથી રાખી હતી. વર્ષ તથા ચેકથી પેમેન્ટ કર્યા બાદ તા ૫-૪-૨૦૦૮ના રોજ કામરેજ સબ રજીસ્ટાર કચેરીમાં રજી. દસ્તાવેજ નં ૨૩૬૯ કરી આપ્યો હતો.તેમની સલામતી રાખવી હોય તો અહીંથી ચાલ્યો જા, અને જમીન તથા તે આપેલા પૈસા ભુલી જા એમ જણાવ્યું હતું. ત્યારબાદ યશવંત સાવલિયાએ પોતાનાં વકીલ મારફતે કામરેજ મામલતદાર કચેથીમાંથી સર્ચ રિપોર્ટ કઢાવતા તેને જમીન વેચવા અગાઉ હાજાભાઇ પુંજાભાઇ કડછાને પાવર એટર્ની કરી જમીન આપી હતી. હાજાભાઇએ રજી.વેચાણ દસ્તાવેજ નં ૬૩૭થી પ્રફુલ્લભાઇ છગનભાઇ ટાંકને આપી હતી, અને તા ૫-૪-૨૦૦૮નાં જિતેન્દ્રસિંહ તે જમીન અરજી વે.દ.૨૩૬૯થી યશવંત સાવલિયાને વેચી હતી. જિતેન્દ્રસિંહ ફરીથી પાવર ઓફ એટની કરી લાલજીભાઇ લવજીભાઇ સાવલિયાને વેચી હતી. તા.૨-૯-૨૦૦૮થી લાલજીએ વે દ.૫૨૯૯થી પરેશભાઇ વાઘજીભાઇ નસીતને વેચી હતી. ત્યારબાદ ફરીથી જિતેન્દ્રસિંહ વે દ.૨૩૩૫થી તા ૨૯-૭-૨૦૦૬થી અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયાને વેચી હતી. આમ જિતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણે એક જ જમીન વારં વાર વેચી તેનાં મળતિયા બગુમરા ગામનાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા સાથે મળી જમીનમાં ગેર કાયદે કબ્જાે કરી લીધો હતો. જમીન પચાવી પાડવાના ઇરાદે પોતાનાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાસની ફરિયાદ નોંધાવી હતીખાનપુર ગામનાં ખેડૂતે એક જ જમીન ચાર જણાને વેચી જમીન વેચી નાણા લીધા બાદ ખેડુત ખાતેદાર મટી જવાના બહાને ૭/૧૨ માં એન્ટી નહીં પડવા દઇ બે વખત દસ્તાવેજ તથા બે વખત પાવર ઓફ એટર્નીથી જમીન વેચી વેચાણ રાખનારે નાણાં માંગતાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી.કામરેજ પોલીસ મથકે જમીનનાં મુળ માલિક ખાનપુર ગામના જિતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણ તથા અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે હાલ ૭/૧૨માં તમારુ નામ નોંધાવી દઈશ તો ખાતેદારમાંથી નીકળી જઇશ. હું ગામમાં બીજી જમીન ખરીદી લઉં ત્યારબાદ તમે કાચી નોંધથી લઇનેે પ્રમાણિત કરવા સુધીની કાર્યવાહી કરાવી આપીશ. જેથી સંમતિ આપી હતી. યશવંત સાવલિયાને ધંધાનાં કામેે બહાર જવાનું થતું હોય જમીન ખેડી શકે એમ ન હોય. વાર્ષિક ૧૧૦૦૦રૂ.નાં ગણોતે જિતેન્દ્રસિંહને જમીન ખેડવા આપી હતી, જેનું ગણોત ૨૦૧૩ સુધી રાબેતા મુજબ ચુકવ્યું હતું. અને ૭/૧૨માં નોંધ કરાવવાનું કહેતા ગલ્લા તલ્લાકયાઁ હતા. જેથી છેતરપીંડી થઇ હોવાનો શક જતાં કામરેજ મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ કઢાવી હતી. તેમાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા (રહે. બગુમરા તા પલસાણા)નાં નામની નોંધ થયેલી હતી. જે બાબતે જમીન દલાલ બચુકાકાને સાથે રાખી જિતેન્દ્રસિંહ અને અશોકસિંહને અમારી જમીનમાં તમારી નોંધ કેમ પુંછતા બંને એ થોડા દિવસ રાહ જુઓ અમે તમને કોઇ રસ્તો કાઢી આપીશું.સમય જતાં યશવંત સાવલિતાનાં નામની જમીનમાં નોંધ ન પડતા ખાનપુર ગામે જઇ આ બાબતે પુંછતા જિતેન્દ્રસિંહ અને અશોકસિંહે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તુ મહાબલેશ્વર હશે અને તારો પરિવાર અહીંયા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *