સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્યસમાં વિદ્યાર્થીઓએ એક દિવસીય ગરબા કાર્યક્રમનંુ આયોજન સોમવારે સાંજે કર્યુ હતું. ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ ગરબા કાર્યક્રમમાં ગયા હતા. કેમ્પસમાં કન્વેન્શન હોલ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ગરબા માટે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ગરબા લઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક ઉમરા પોલીસ ત્યાં આવી પહોંચી વિદ્યાર્થીઓને કાર્યક્રમ બંધ કરવાનું જણાવ્યું હતું.ોલીસ મારને કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હિમાલય મહેન્દ્રસિંહ ઝાલા, ઇશાન સિબન કૃષિયન, યુવરાજ રમેશ રાજપુરોહિત, પાર્શિલ હિતેશ જૈન, મનોજ રવિ તિવારીને સામાન્ય ઇજા થઇ છે. હોસ્પિટલમાં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. પોલીસ વિદ્યાર્થીઓને ગાળો ભાંડી હતી. વિદ્યાર્થીઓને પોલીસ વાહનમાં બેસાડતી વખતે ગાળાગાળી કરીને અસભ્ય વતર્ન કરાય હતું. છમ્ફઁના વિદ્યાર્થીઓએ પોલીસ મથકને જ ઘેરો ઘાલ્યો હતો. ટોળાંએ પોલીસ મથકે ઘેરો ધાલતાં પોલીસે ડિટેઈન કરેલા વિદ્યાર્થીઓને છોડી દેવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે કોઈ પણ સત્તાવાર નિવેદન આપવાથી દૂર રહી હતી. પેન્ડેમિક સ્થિતિમાં જ્યારે રાજ્ય સરકારે જ જાહેર સ્થળોએ ગરબા પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે યુનિવર્સિટીમાં ગરબા રમવાની પરમિશન વી.સી.કે પોલીસ વિભાગે આપવાની હોય છે તે સવાલ ઉભો થયો છે.ભાજપના રાજમાં નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસ વાઇસ ચાન્સેલરની મંજૂરીથી આયોજિત ગરબા કાર્યક્રમમાં તૂટી પડી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનમાં જઇને નારાબાજી કરી હતી. તેથી, આરએસએસની ભગિની સંસ્થા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ દલીલ કરતાં જણાવ્યું હતું કે અમે વાઇસ ચાન્સેલરની મંજૂરી લીધી છે. ગરબા બંધ કરાવવા હોય તો વાઇસ ચાન્સેલરને રજૂઆત કરો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ બંધ રાખવાનો ઇન્કાર કરતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી. તેમની ટીંગાટોળી કરીને માર મારીને પોલીસના વાહનોમાં બેસાડવામાં આવ્યા હતાં. પોલીસે હુમલો કરતા કેમ્પસમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ સાથે ઘર્ષણમાં કેટલાક વિદ્યાર્થીઓના કપડા ફાટી ગયા હતાં. સમગ્ર ઘટનાના સિન્ડિકેટ સભ્ય કિરણ ઘોઘારીએ જણાવ્યું કે અમે ઉમરા પોલીસના જવાનોને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ ટસની મસ થઇ ન હતી. પોલીસ કેટલાક વિદ્યાર્થીને ઉમરા પોલીસ સ્ટેશન લાવી હતી. તેથી, આઠથી દસ વિદ્યાર્થીઓ ઉમરા પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને લોકરમાં પૂરી દીધા હતા. તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓનું ટોળું ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયું હતું. ટોળાએ પોલીસ મથકમાં નારાબાજી કરી હતી. આમ, ગરબા રમવાની બાબતે વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો.