સુરત
પાંડેસરા-બમરોલી રોડ સ્થિત હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનેદાર એક લૂંટારૂ ઓફિસમાં ઘુસી જઇ દરવાજાે અંદરથી બંધ કરી વિપુલના લમણે તમંચો મુકી જાે પૈસા હૈ વો દે દે એમ કહી રોકડા રૂ. ૫૧,૪૦૦ ઉપરાંત મોબાઇલ ફોન અને પર્સ લૂંટી લીધા હતા અને બાઇક કી ચાવી લા એમ કહી ચાવી લઇ ઓફિસનો દરવાજાે બહારથી બંધ કરી બાઇક લઇ ભાગી ગયો હતો. આ ઘટનામાં પાંડેસરા પોલીસે ત્રણ લૂંટારૂ અમીત રાજેન્દ્ર નિશાદ (ઉ.વ. ૧૮ રહે. જય અંબેનગર, તેરેનામ રોડ, પાંડેસરા), સુરેશ રામસજીવ નિશાદ (ઉ.વ. ૩૬ રહે. ૩૩, ગુરૂકૃપા સોસાયટી, ગભેણી-સચિન જીઆઇડીસી રોડ), રામભજન રામઆશરે નિશાદ (ઉ.વ. ૨૮ રહે. ક્રિષ્ણાનગર સોસાયટી, તેરેનામ રોડ, પાંડેસરા) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય લૂંટારૂઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.બમરોલીના હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ભર દિવસે ઓફિસમાં ઘુસી લુમ્સ કારખાનેદારને તમંચાની અણીએ બાનમાં લઇ રોકડ, મોબાઇલ ફોન અને બાઇક મળી રૂ. ૬૫ હજારથી વધુની લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂને પાંડેસરા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પાંડેસરા-બમરોલી રોડ સ્થિત હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનેદાર વિપુલ અમૃતલાલ પટેલ (ઉ.વ. ૪૫ રહે. ૪૦, આર્શીવાદ કુંજ સોસાયટી, અલથાણ અને મૂળ. વરવાડા, તા. ઉંઝા, જિ. મહેસાણા) પાંચ દિવસ અગાઉ કારખાનામાં પોતાની ઓફિસમાં બેસી કારીગરોના પગારની રકમ ગણી રહ્યા હતા.
