Gujarat

સુરતમાં કાર શોરૂમના સર્વિસ સ્ટેશનમાં આગ ફાટી નીકળતા ૩ કાર બળીને ખાક

સુરત
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા “નવજીવન હ્યુંડાઈ” કારના શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ રાહદારીયે ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતાં.સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બને તે પહેલાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યું હતું. જાેકે આ દુર્ઘટનામાં લગભગ ૩ કાર બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ રાત્રિના ૧૦ઃ૧૧ની હતી. કોલ મળતા જ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લઈ લીધી હતી. જાેકે ૩ કાર બળી ગઈ હતી. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું.સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા કારના શોરૂમમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બને તે અગાઉ રાહદારીએ ધુમાડા નીકળતા જાેઈ ફાયરબ્રિગેડેને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જાે કે, આગની ઝપેટમાં આવેલી ૩ કાર બળીને ખાક થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *