Gujarat

સુરતમાં દર્દીના ફેફસામાં જાેવા મળ્યું બ્લેક ફંગસ ઇન્ફેક્શન

સુરત
નંદુરબારના રહેવાસી ૬૦ વર્ષીય એક વૃદ્ધને માથામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ હતી. ૧૦ દિવસ પહેલા સારવાર માટે તે સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ટીબી અને ચેસ્ટ વિભાગમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે તેમને ટીબી નથી. તે પછી ડોક્ટરોએ તેમના છાતી અને બ્રેઈનનું સીટી સ્કેન અને એમ.આર.આઈ. કરાવ્યું હતું. જેમાં બ્લેક ફંગસ હોવાનું બહાર આવ્યું હતું. ડો.આનંદ ચૌધરી જણાવે છે કે સિવિલમાં અત્યારસુધી ૫૫૦ કરતા વધુ દર્દીઓ બ્લેક ફંગસ ના સામે આવી ચુક્યા છે. પણ હાલ ફક્ત ત્રણ દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. લાંબા સમયથી કોઈ નવો દર્દી નથી નોંધાયો. મ્યુકર માઇકોસિસને કારણે ૪૬ દર્દીઓનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યાં જ ૨૨ દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. અત્યારસુધી સિવિલ હોસ્પિટલમાં ૪૫૦ કરતા વધારે દર્દીઓનું ઓપરેશન થયું છે. અત્યારસુધી સાઇનસ, જડબા, આંખ અને બ્રેઈનમાં જ બ્લેક ફંગસ મળતા હતા. પરંતુ ફેફસામાં બ્લેક ફંગસ મળવાનો આ પહેલો કેસ છે.બ્લેક ફંગસ ના કેસો ભલે ઓછા થઇ ગયા છે. પણ સુરતમાં એક અજીબ જ કેસ સામે આવ્યો છે. જેમાં પહેલી વાર ફેફસાની અંદર બ્લેક ફંગસ જાેવા મળ્યું છે. જેને જાેઈને સિવિલના ડોકટરો પણ હેરાન છે. સિવિલના તબીબોનું કહેવું છે કે બ્લેક ફંગસ વિશે તેમને અત્યારસુધી આવા કેસો ચોપડીમાં જ વાંચ્યા હતા. પણ ફેફસામાં મ્યુકર માઇકોસિસના દર્દીને જાેઈ પણ લીધો છે. અત્યારસુધી આવા દર્દી આવ્યા નહોતા. સામાન્ય રીતે આ બીમારી સાઇનસ મારફતે જડબા, આંખ, અને તે પછી બ્રેઇનને સંક્રમિત કરે છે. સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના પ્રોફેસર ડો. આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત સિવિલમાં અત્યારસુધી ૫૫૦ કરતા વધારે મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. પરંતુ આ પહેલો કેસ એવો છે જેમાં દર્દીને ફેફસામાં બ્લેક ફંગસ થઇ ગયું છે. દર્દીની સારવાર ચાલી રહી છે અને હાલ તે સ્ટેબલ છે. તેને એમ્ફોટેરિસિંન ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. અને મ્યુકર માઇકોસિસના વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *