સુરત
સુરત શહેરમાં મેટ્રો રેલના સરથાણાથી કાદરશા નાળ સુધીના એલિવેટેડ રૂટના સિવિલ વર્ક માટે નિમાયેલી કોન્ટ્રાક્ટ કંપની સદ્ભાવ શિંગલાના ડિરેક્ટર રાકેશ શાહીએ કહ્યું કે, અલથાણ, ભટાર રૂપાલી કેનાલ અને મજુરા ખાતે પીલર સહિતની ફાઉન્ડેશન નિર્માણની કામગીરી ઝડપભેર શરૂ કરાઇ છે. જાેકે ગીચ રહેણાક વિસ્તાર હોવાથી વિવિધ લોકેશન પર યુટીલિટી લાઇનના શિફ્ટિંગનું પ્રશ્ન વધુ સમય વેડફી રહ્યું છે. આ કામગીરી ઓની એજન્સીને સોપાઇ છે, જાેકે કેટલાક લોકેશન પર સોસાયટીનુ બોટલનેક તેમજ એપાર્ટમેન્ટ આવી જતા હોવાથી લાઇનને શિફ્ટ ક્યાં કરવી તે જમીન મળી રહી નથી. જેના લીધે પાલિકા લેન્ડ ઇસ્યુના લીધે પરમીશન આપી રહી નથી. રાકેશ શાહીએ ઉમેર્યું કે, પાલિકાએ લેન્ડ ઇસ્યુનું કારણ ધરી શિફ્ટિંગ કામગીરી રોકી દીધું છે. આ અંગે જીએમઆરસીના જમીન-મિલકત વિભાગનો સંપર્ક કરતાં કોઇ પ્રતિસાદ મળ્યો ન હતો. જ્યારે પાલિકાના અઠવા ઝોન તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગે કોઇ લેન્ડ ઇસ્યુ ન હોવાનું તથા લાઇનના શિફ્ટિંગની સંપુર્ણ જવાબદારી જીએમઆરસીએ સ્વખર્ચે કરવા સ્વીકાર્યું હોવાનું જણાવ્યું હતું. માંડ થાળે પડતી મેટ્રો કામરીગી આવા સંકલનના અભાવે છેલ્લા લાંબા સમયથી વિવાદમાં સપડાઇ રહી છેમેટ્રો રેલના નિર્માણ કાર્યમાં અડરગ્રાઉન્ડ ગટર-પાણી જેવી યુટીલિટી લાઇન શિફ્ટિંગનું કામ જીએમઆરસી વિભાગ માટે મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. એકતરફ અલથાણ, ભટાર રૂપાલી કેનાલ અને મજુરા ખાતે પીલર ઊભા કરવાની કામગીરી શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે આ કામગીરીમાં અવરોધરૂપ યુટીલિટી લાઇનનું શિફ્ટિંગ સમયસર થઇ ન શક્યું હોવાથી કામગીરી વધુ એક વખત અટવાઇ ગઈ છે. વિવિધ સ્થળે પાણી તથા ડ્રેનેજ લાઇન શિફ્ટ કરવા માટે સોસાયટીના કમ્પાઉન્ડ, ખાનગી જમીનો આવી જતી હોવાથી લાઇનને શિફ્ટિંગ કરવામાં સમસ્યા થી રહી છે. આ પ્રક્રિયા હવે જુદી-જુદી પરમિશન મેળવવા માટે વિલંબિત છે. જેના લીધે નિર્માણ કાર્ય મોડું થવાની કે બંધ કરવાની નોબત પડી હોવાનું નિર્માણ ઇજારદાર સદ્ભાવ શિંગલાએ જણાવ્યું છે.


