Gujarat

સુરતમાં ૧૨. ૬૦ લાખની છેતરપીંડીની ફરિયાદ

સુરત
ગોડાદરાની સાલાસર રેસીડેન્સીમાં રહેતા મહાવીર સુખલાલ શાહ ઘણા વર્ષોથી વીસી સ્કીમ ચલાવે છે અને આ સ્કીમમાં સંખ્યાબંધ લોકોએ લાખો રૂપિયા મૂક્યા હોવાની આશંકા છે. મહાવીર શાહે ઉઠમણું કરતાં સેંકડો લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઠગાઈનો ભોગ બનેલા હિંમત રોશનલાલ શાહે જણાવ્યું હતુ કે મહાવીર સુખલાલ શાહે ત્રણ ચાર વર્ષ પહેલા અમારા જેવા ૩૦ થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી. જેની વિરુધ ૪૮ કલાક પહેલા પુણા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરીયાદ નોંધાઈ છે, તેમ છતાં પણ હજુ આરોપી સુધી પુણા પોલીસ સુધી પહોંચી નથી.તેમજ અમારા સાક્ષીઓને ફોન કરી ધમકી આપે છે કે ફરીયાદ પાછી લઈ લો તેમજ તમે પોલીસ સ્ટેશનમાં જશો તો પણ પોલીસ કઈ જ નહીં કરશે કારણે અમારી લાંબી એવી પહોચ છે. આરોપી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અલગ અલગ મોટા નેતાઓ સુરતના નેતાઓ સાથે ફોટો અપલોડ કરીને લોકો ડરાવવાનો પ્રયાસ પણ કરતા હતા કે પોતાની ઓળખ કેટલી મોટી છે. જેથી લોકો ઉઘરાણી ન કરે તેવી ચર્ચા પણ સતત ચાલી રહી છે હાલમાં તો સુરતની પુણા પોલીસે મહાવીર શાહ સામે ફરીયાદ નોંધી છે.સુરતમાં લોભામણી સ્કીમના બહાને મહાવીર શાહ દ્વારા વીસીની જુદી જુદી સ્કીમ દ્વારા ૧૨.૬૦ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પરવટ પાટીયાના વેપારીના રૂ. ૧૨.૬૦ લાખ અને અન્યોના પણ પૈસા નહીં ચુકવી તે ફરાર થઈ જતાં પુણા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ ફરીયાદને ૪૮ કલાકનો સમય વીતી ગયા છતાં પણ પુણા પોલીસ આરોપી સુધી હજુ સુધી પહોંચી શકી નથી.. સુરત શહેરના પર્વત પાટીયા જય જલારામ નગર ખાતે રહેતા કાંતિભાઈ ગુપ્તા વેપાર કરે છે. દરમિયાન કાંતિભાઈ ગુપ્તાના પરિચિત ગોડાદરા સાલાસાર રેસીડેન્સીમાં રહેતા મહાવીર સુખલાલ શાહએ વીસીની સ્કીમની લોભામણી લાલચ આપી હતી.આ અંગે કાંતિભાઈ ગુપ્તાને ખબર પડતા તેઓએ પણ આ વીસીમાં ભાગ લીધો હતો.કાંતિભાઈએ ૧૬ લાખ મહાવીરને ચુકવી દીધા હતા.આમ મહાવીરે અન્ય લોકો પાસેથી પણ પૈસા લીધા હતા. જાે કે સમય પ્રમાણે વીસી ખુલતા મહાવીરે કાંતિભાઈને ૧૬ લાખ પુરેપુરા આપવાના બદલે માત્ર ૩ લાખ જેટલી રકમ આપી બાકીના સ્કીમના પૈસા નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે કાંતિ ગુપ્તાએ મહાવીર શાહ સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *