સુરત ,તા.૨૮
હિમાચલ પ્રદેશના મંડીમાં આયોજિત જુનિયર નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્ટેટ ઇન્ટરકોલેજ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને હરિયાણા ભીવાનીમાં આયોજિત નેશનલ ઇન્ટરકોલેજમાં સિલેક્ટ થઇ હતી. નડિયાદમાં આયોજિત અંડર-૨૩ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા યુપીના અમેઠીમાં રમાયેલી નેશનલ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી.સુરતમાં મહિલા ખેલાડીઓ પણ વિવિધ રમતોમાં કાઠું કાઢી રહી છે. કુસ્તીને મોટાભાગે પુરુષોની રમત ગણવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કુસ્તી પારંપરિક રમત છે. ત્યારે ગુજરાતના ખેલાડીઓ પણ કુસ્તીમાં કાઠું કાઢી રહ્યા છે. ઉધનામાં શિવસાંઇનગર સોસાયટીમાં રહેતા રામલખન રાયકવાર ચા-નાસ્તાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં કાઠું કાઢી રહી છે. નિલમ, સોનુ અને મોનુએ તાજેતરમાં યુપીના અમેઠીમાં રમાયેલી નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નિલમે નેશનલ સ્પર્ધામાં ચોથો ક્રમ મેળવ્યો હતો. નિલમે જણાવ્યું હતું કે દેવગઢ બારિયામાં આયોજિત ગુજરાત સ્ટેટ રેસલિંગ સ્પર્ધામાં અંડર-૨૩ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિરોધી ખેલાડી અને કોચે ફરિયાદ કરી હતી, તેથી ફરીથી મેચ રમાડવામાં આવી હતી. તેમાં પણ નિલમ ચેમ્પિયન થતા હરીફ ખેલાડીએ અંતે હાર માની હતી. સિનિયર સ્ટેટમાં સિલ્વર અને ખેલ મહાકુંભ-૨૦૧૯માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નિલમ ભગવાન મહાવીર કોલેજમાં બીપીએડનો અભ્યાસ કરે છે. વી.ટી પોદ્દાર કોલેજમાંથી બીકોમ કર્યુ હતું. નિલમે નેશનલ રેસલિંગ સ્પર્ધામાં ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશ સામે ફાઇટ જીતી હતી. જ્યારે પંજાબ સામેની ફાઇટમાં તેમની હાર થઇ હતી. નિલમ છેલ્લા ચાર વર્ષથી કુસ્તી રમે છે. તેણે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. પાવરલિફ્ટિંગમાં પણ સ્ટેટ ચેમ્પિયન હતી. નિલમ રાયકવાર સ્કૂલકાળમાં કુસ્તી, ફૂટબોલ, જૂડો રમતી હતી. બાદમાં ધીર ધીરે આર્ય સમાજ મંદિરમાં કુસ્તીની ટ્રેનિંગ શરૂ કરી હતી. આર્ય સમાજ મંદિરમાં ખેલાડીઓને ફ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્વીન્સ બહેનો સોનુ અને મોનુ વી.ટી. પોદ્દાર કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. સોનુએ ખેલ મહાકુંભ-૨૦૧૯માં પાટણમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સિનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમદાવાદ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત જુનિયર રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.