સુરેન્દ્રનગર એસટી ડેપો ના ક્રેડિટ સોસાયટી દ્વારા એસટી કર્મચારીઓની બેગ વિતરણ કરવામાં આવી હતી જેમાં કોરોનાની મહામારી વચ્ચેને લોકડાઉનના સમયગાળામાં ચાલુ વર્ષે એસ.ટી મજૂર મહાજન સંઘ ની મીટીંગ મોકૂફ રાખવામાં આવી હતી અને કોઈપણ જાતના કાર્યક્રમમાં પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા જેને કારણે કાલે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં સુરેન્દ્રનગર એસટી ડેપો ક્રેડિટ સોસાયટી દ્વારા એસટી ના કર્મચારીઓને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને વાર્ષિક પહોંચો પણ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ખાસ મહામંત્રી કિશોરસિંહ પરમાર અજીતસિંહ મહિપતસિંહ જીતુભાઈ કિરીટસિંહ તથા સર્વે એસટી કર્મચારી સુરેન્દ્રનગર ઉપસ્થિત રહ્યા હતા અને બેગો વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
