Gujarat

સેવા સમર્પણ અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખની જનલક્ષી કામગીરી

વડાપ્રધાન મોદી નાં સફળ નેતૃત્વનાં 20 વર્ષની ઉજવણી સ્વરૂપે રાજ્યભરમાં સેવા અને સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે.
ધ્રાંગધ્રાનાં લોકોનાં લોકલાડીલા અને સ્વર્ણિમ ગુજરાતનાં અધ્યક્ષ IK જાડેજાનાં હૂંફપૂર્વક માર્ગદર્શન માં દરેક જનપ્રતિનિધિ જનસેવા પ્રત્યે  કટિબદ્ધ બને એ મુખ્ય સૂચના છે સાથે રક્તદાન, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ પોસ્ટ કાર્ડ અભિયાન પણ ચાલું છે તયારે ધ્રાંગધ્રા તાલુકાનાં સોલડી ગામે જનસેવા અને પ્રજા પ્રત્યે નાં સમર્પણ નું  પ્રેરણાત્મક કાર્ય તાલુકા પંચાયત પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું.
હાલ મગફળી નાં ટેકાનાં ભાવ જાહેર કરાયા છે પણ VCE અને તલાટી ની હડતાલ હોવાથી મગફળી ની નોંધણી માટે ખેડૂત લાચાર બન્યો હતો.
તયારે પ્રમુખ પદ ને પ્રજાનું ઋણ સમજીને તાલુકા પંચાયત પ્રમુખ પોતે જ સોલડી ગ્રામ પંચાયત માં બેસીને 100 થી વધુ ખેડૂતોની નોંધણી કરાવી ચુક્યા છે. જો કે પ્રમુખ સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય જનપ્રતિનિધિ અને ગામના સરપંચ જયેશભાઇ પટેલ પણ આ સેવા કાર્યમાં યોગદાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સત્તા ઉપર આવ્યા પછી સત્તાધીશો ખુરશીના નશામાં પ્રજા ની અવગણના કરતા હોય છે પણ જનસેવા ને મંત્ર બનાવવાના આઈ.કે.જાડેજા નાં સૂચન થી એક નવા પ્રકારની કાર્યશૈલી ધ્રાંગધ્રા પંથકમાં જોવા મળી રહી છે.

Screenshot_20211001_193824.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *