સોના અને ચાંદીના ભાવમાં
સતત પાંચમા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસોથી શેરમાર્કેટમાં થઈ રહેલી ચડ ઊતરને કારણે સોનાને સીધી અસર થઈ છે. નિષ્ણાંતોએ એક સમયે સોનું રૂ.55,000ને ક્રોસ કરશે એવી સંભાવના વ્યક્ત કરી હતી. ગુરૂવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાની સાથે ચાંદી પણ ઘટાડાની સાથે વેપાર કરી રહી છે. આ મોટા ઘટાડા બાદ સોનાનો ભાવ રેકોર્ડ લેવલથી ઘણો નીચે આવી ગયો છે. આજે પર ઓગસ્ટ ડિલીવરીવાળું ગોલ્ડ 0.22 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ આજે 0.07 ટકાનો ઘટાડો આવ્યો છેહજુ પણ રેકોર્ડ લેવલથી રૂ.8530 સસ્તું છે. ગોલ્ડ-ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.56,000 ના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. બીજી તરફ, સોનું 47,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે હજુ પણ સોનું રૂ.8530 સસ્તું મળી રહ્યું છે. સોના-ચાંદીના ભાવ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાનો ભાવ 0.22 ટકાના ઘટાડાની સાથે રૂ.47,470 પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.
ચાંદીની કિંમતોમાં પણ આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં ચાંદીની કિંમત 0.07 ટકા ઘટીને 67,089 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર આવી. વિશેષજ્ઞોનો મત- જાણકારોનું માનીએ તો આ વર્ષના અંતમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.


