Gujarat

સૌરાષ્ટ્રના લોકોની વાહલી દીકરી તરીકે ઓળખાતે વ્હેલ શાર્ક વિશે વિદ્યાર્થીઓ અને માછીમારોને માહિતગાર કરાયા

વેરાવળ ખાતે જુનાગઢ વન વિભાગ દ્વારા વ્હેલશાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત કે.સી.સી. ગ્રાઉન્ડ, વેરાવળ ખાતે શ્રી શ્યામલ ટીકાદર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી વાઈલ્ડલાઈફ અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ગુજરાત ના અધ્યક્ષ સ્થાને વ્હેલ શાર્ક દિવસ ૨૦૨૧ ઉજવવામાં આવ્યો હતો

આ પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શ્યામલ ટીકાદર ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વ્હેલશાર્ક અંગે માહિતી આપતા જણાવાયું હતું કે ૨૦૦૪-૦૫થી શરૂઆત થયેલા આ પ્રોજેક્ટમા વ્હેલશાર્ક બચાવ અભિયાનની ગુજરાતમાં મળેલી સફળતામાં વન વિભાગ,  સાગરખેડું સમાજ તથા પ્રોજેક્ટ પાર્ટનરનો ફાળો ખુબ જ નોંધ પાત્ર રહ્યો છે.

વધુમાં શ્રી શ્યામલ ટીકાધર ગુજરાત ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન દ્વારા વ્હેલ શાર્ક માછલીની જીવન ગાથા વિશે લોકોને માહિતગાર કરાયા હતા તેમજ વ્હેલ માછલીઓને વનવિભાગ દ્વારા ભવિષ્યમાં રેડિયો ટેલિમેટ્રી કરીને વહેલશાર્કના જીવન અને તેના વર્તન વિશે વધુ અભ્યાસ કરવા માટે વિચારાધીન છે.તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો.એસ.કે.બેરવાલ DCF જુનાગઢ, પ્રોજેક્ટ પાર્ટનર વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ ના પ્રતિનિધિ દ્વારા તથા શ્રી ડી.ટી.વસાવડા CCF જુનાગઢ રેન્જ, દ્વારા વ્હેલશાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું.

                  આ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલય કોડીનારના વિદ્યાર્થીનીઓ દ્વારા વ્હેલશાર્કનું અભિનય ગીત રજુ કરવામાં આવ્યું તેમજ ચોકસી કોલેજ અને NSS ની ટીમ દ્વારા “SAVE THE WHALE SHARK “ નું જનજાગૃતિનો સંદેશો આપતું નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ  કથાકાર શ્રી મોરારીબાપુ, શ્રી મયુરભાઈ વાકાણી(સુંદર મામા) તથા ક્રિકેટર શ્રી રવીન્દ્ર જાડેજા દ્વારા અપાયેલ સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રી ડી.ટી.વસાવડા CCF જુનાગઢ રેન્જ, શ્રી રાજદેવસિંહ ગોહિલ કલેકટરશ્રી ગીર સોમનાથ, ડો. અભિષેકકુમાર નિયામકશ્રી સકરબાગ ઝૂં, શ્રી ઓમપ્રકાશ જાટ, એ.એસ.પી.- ગીર સોમનાથ તથા આસીસ્ટન્ટ કમાન્ડીગ ઓફીસર ICGS વેરાવળ તથા શ્રી પ્રાંતિક સરકાર, સીનીયર મેનેજર, સી.એસ.આર., ટાટા કેમિકલ્સ, WTI ના પ્રતિનિધિ તેમજ માછીમાર સમાજના ભાઈઓ, વિદ્યાર્થીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહ્યા હત

WHALE-SHARK-DAY-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *