રાજ્યના ચૂંટણી પંચ તરફથી તા. ૨૨/૧૧/૨૦૨૧ નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.
આ ચૂંટણી દરમ્યાન સમગ્ર ગીર સોમનાથ જિલ્લામા તમામ સ્તરે કાયદો વ્યવસ્તા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમા યોજાય, વિક્ષેપો ઉભા થાય નહિ અને જાહેર સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવાનું અન્યંત જરૂરી જણાતુ હોવાથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૭૯૩ની કલમ-૧૪૪ મુજબ પગલા લેવા માટે પુરતા કારણો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમા કોઈપણ ઈસમો પોતાના પરવાનાવાળા હથિયાર સાથે લઈને બહાર નિકળવુ કે ફરવુ નહિ. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકઠી, લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામા ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો સાથે લઈ ઘર બહાર નિકળવુ કે ફરવુ નહિ.
આ હુકમ ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામા આવી હોય તેવી વ્યક્તિને. શારિરીક અશકિતના કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવુ જરૂરી હોય તે વ્યક્તિને, રાષ્ટ્રીયકૃત બેન્કો કે તેઓને તે બેન્કની કેશ-કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેન્કના હથિયાર પરવાનાવાળ શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામા આવેલ હોય, તે વ્યક્તિને તેમજ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવનારને લાગુ પડશે નહિ. હુકમનો પાલન ન કરનારને અથવા તે પાલન ન કરવામાં કોઇને મદદ કરનારને ગુન્હો સાબીત થયે એક માસની સાદી કેદ અથવા રૂા. ૨૦૦ દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. આ હુકમ તાત્કાલીક અસરથી ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યા સુધી અમલમાં રહેશે.
