ગોવા
ગોવા મુક્તિ દિવસ દર વર્ષે ૧૯ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ ૧૯૬૧માં ગોવાને આઝાદ કર્યું હતું. પોર્ટુગીઝ શાસનમાંથી દરિયાકાંઠાના રાજ્યની મુક્તિના ૬૦ વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં મીરામાર ખાતે ફ્લાયપાસ્ટ અને શિપ પરેડના સાક્ષી બન્યા હતા. ગોવા મુક્તિ દિવસના અવસર પર ભારતીય નૌકાદળના બીજા સ્વદેશી વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ને રવિવારે પ્રથમ વખત ટ્રાયલ માટે સમુદ્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી યુદ્ધ જહાજને ૨૦૨૨ના મધ્યમાં નેવીને સોંપવામાં આવશે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું કે, દેશ પોર્ટુગીઝ શાસનથી ગોવાની આઝાદીના ૬૦ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને કદાચ ૧૯ ડિસેમ્બર આ યુદ્ધ જહાજને લેન્ડ કરવાની શ્રેષ્ઠ તારીખ છે.ગોવાની આઝાદીમાં ભારતીય નૌકાદળની મહત્વની ભૂમિકા હતી અને યુદ્ધ જહાજને ગોવાના બંદરનું નામ આપવાથી નૌકાદળ અને ગોવાના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થશે એટલું જ નહીં, રાષ્ટ્ર નિર્માણમાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પણ છે અને ઓળખ કાયમ રહેશે. યુદ્ધ જહાજ અનેક મિસાઈલો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ છે, જે સ્ટીલ્થ સ્ટ્રાઈક કરવા સક્ષમ છે. મોર્મુગાઓનું નામ ગોવાના સૌથી જૂના બંદર પરથી રાખવામાં આવ્યું છે. યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ઘણી સ્વદેશી તકનીકોથી સજ્જ છે, જે પ્રોજેક્ટ ૧૫મ્ હેઠળ બનાવવામાં આવી છે. મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ માર્ગદર્શિત મિસાઇલ વિનાશક યુદ્ધ જહાજાેનું નિર્માણ કરી રહ્યું છે. મોરમુગાઓ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી પણ સજ્જ છે. તે દુશ્મનની મિસાઈલોને પણ ચકમો આપી શકવા સક્ષમ છે.પ્રોજેક્ટ ૧૫મ્ના ચાર જહાજાે માટેના કરાર પર ૨૮ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આને વિશાખાપટ્ટનમ વર્ગના જહાજાે તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર જહાજાેને દેશના ચાર ખૂણાના મુખ્ય શહેરોના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે છે- વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ, ઇમ્ફાલ અને સુરત. ગયા મહિને, આ જ પ્રોજેક્ટ ૧૫મ્ હેઠળ બનેલ ૈંદ્ગજી વિશાખાપટ્ટનમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ‘વિશાખાપટ્ટનમ’ ઘાતક શસ્ત્રો અને સેન્સર્સથી સજ્જ છે જેમાં સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, મધ્યમ અને ટૂંકા અંતરની બંદૂકો, સબમરીન વિરોધી રોકેટ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સંચાર પ્રણાલીનો સમાવેશ થાય છે.