Gujarat

સ્વામીજીએ દેશ વિદેશમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી છેઃ રાજ્યપાલ

અમદાવાદ
સોડષી ભંડારામા વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સમગ્ર જીવનકાળ દરમ્યાન યોગ અને અધ્યાત્મને સમર્પિત રહેલા સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતી વાસ્તવમાં સંન્યાસી જીવન જીવતા હતા અને તેઓ સમાજ સુધારક, માનવકલ્યાણ અને માનવતાની સેવા કરનાર સાચા અર્થમાં અહર્નિશ સાધુ હતા.સદેહે તેઓ હાલ હયાત નથી પરંતુ શુભ કાર્યો દ્વારા તેઓ હંમેશા લોક હ્રદયમાં જીવંત રહેશે. આ સંસારમાં જે વસ્તુઓનું નામ છે તેનો નાશ-અંત નક્કી જ છે. એટલે જ કહેવાયું છે કે ‘’નૈનમ્‌ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ્‌ દહતિ પાવકઃપપપ.. મૃત્યુ શરીરનું થાય છે આત્માનું નહી. આપણને શરીર એક વસ્ત્ર રૂપે મળ્યું છે અને મૃત્યુ એ તો માત્ર વસ્ત્ર બદલે છે એટલે દેહ વિલય પર શોક કરવો નહી.રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે જીવનકાળ દરમિયાન ખુબ લોકચાહના મેળવનાર સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતીજી દેશ-વિદેશમા ખ્યાતિ પામ્યા હતા. તેમણે વિશ્વભરમાં અનેક શિબિર યોજીને યોગ, પ્રાણાયામ અને ભારતીય ચિંતનને પ્રોત્સાહન આપ્યું હતું અને અનેક દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓ સરળ શૈલીમાં સમજાવતા હતાપશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતીજી વર્ષ ૧૯૯૫ થી શિવાનંદ આશ્રમ સાથે સંકળાયેલા રહ્યા હતા, ૮ મે -૨૦૨૧ ના રોજ ૭૭ વર્ષની વયે તેમનો દેહવિલય થતાં તેમને સોડષી પૂજા દ્વારા શ્રધ્ધાંજલિ આપવાનો સમારોહ આજરોજ યોજાયો હતો. જેમાં સમગ્ર દેશમાંથી તમામ અખાડાના મહામંડલેશ્વર અને મહંતો અને સાધુ-સંતગણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્શીવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આજરોજ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ તરીકે સ્વામી પરમાત્માનંદજી મહારાજને નિયુક્તિ કરવામાં આવી. જીવન કેવળ જીવવા માટે નથી પણ જીવનનો ઉદ્દેશ એ છે કે ધર્મ, અર્થ, કામ કરીને પછી મોક્ષની પ્રાપ્તિ કરવી.અને એ માટે ગુરૂ પાસે જ્ઞાનની ઉપલ્બ્ધિ મેળવવી. એમ જણાવતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે શ્રદ્ધેય સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ – પ્રાણાયામ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરીને ભારતના ધર્મ સંસ્કારને સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યા છે. તેમણે પરમાર્થ માટે નિરંતર સેવા પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કર્યું છે. તેમની આ વિચારધારા આગામી સમયમાં પણ તેજ ગતિથી આગળ વધશે તેવો આશાવાદ રાજ્યપાલે વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *