ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર ગત બુધવારના રોજ મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમા એક પોલીસકમીઁ સહિત બે ઇઝાઁગ્રસ્ત થયા હતા જેમા પોલીસકમીઁ જે કારમા સવાર હતા તે આઇ-20 કારને અન્ય પજેરો કારના ચાલકે ફુલ સ્પીડમા પાછળના ભાગે ટક્કર મારતા આઇ-20 કાર રોડ પર ફંગોળાઇ હતી અને અંદર બેઠેલા ચાર લોકોમાંથી એક પોલીસકમીઁ સહિત બે ઇઝાઁગ્રસ્ત થયા હતા. કારના ગમખ્વાર અકસ્માતની વિગત સ્થાનિક પોલીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી જેમા ફુલ સ્પીડથી ટક્કર મારનાર કાર ચાલક શાહરુખ અનવરભાઇ જામ પોતે ઇન્સ્ટાગ્રામમા વિડીયો મુકવા હેતુસર શહેરી વિસ્તારમા ફુલ સ્પીડથી કાર ચલાવતો હોવાનુ ખુલવા પામ્યુ છે જ્યારે આ શખ્સને પોતાની મોજ-મસ્તી માટે અન્ય જીંદગીની પરવાહ નહિ કરતા અકસ્માત સજાઁયો હતો આ તરફ આઇ-20 કાર ચાલક અને ઇજાઁગ્રસ્ત પોલીસકમીઁ પંકજભાઇ વાઘેલાના મિત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા શાહરુખ અનવરભાઇ જામ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
યુવાનો ની બેપરવાહ બેદરકારી સામે આંગળી ચીંધતા આ કિસ્સામાં અકસ્માત બાદ આરોપી પોતે માનવતાની ફરજ પણ ચુક્યો હતો અને ઘાયલો ને હોસ્પિટલ પહોંચાડવા નાં બદલે પોતે અકસ્માતની જગ્યાએ ઘી ફરાર થઈ ગયો હતો. એક બાજુ સ્થાનિક પોલીસે આ શખ્સ શહેર માં આ રીતે બેફામ ગાડી ચલાવવા નો શોખીન અને કુટેવ વાળો હતો એમ પણ જણાવ્યું હતું.