હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સતત લોકોની વચ્ચે રહેતા જયંતીભાઈ કવાડિયાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમનો અભિવાદન સમારંભ યોજાયો હતો અને હળવદ અને ધ્રાંગધ્રાના કાર્યકર્તાઓએ પુષ્પમાળા પહેરાવી સાલ અને પાઘડી પહેરાવી ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
હળવદના નગરજનોએ આ નવીન જવાબદારી મળવા બદલ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઇ હૂંબલ અને જયરાજસિંહ જાડેજા પ્રદેશ ભાજપના આગેવાન બીપીનભાઈ દવે સહિત હળવદ ધ્રાંગધ્રાના સૌ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પક્ષ ના હળવદ શહેર અધ્યક્ષ અજયભાઈ રાવલ, ગ્રામ્ય પ્રમુખ રજનીભાઇ સંઘાણી સહિત હોદેદારો કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.