અમદાવાદ
કોમર્શિયલ વાહન ખરીદના બે વર્ષ પછી દર વર્ષે તેનું ફિટનેસ કરાવવાનું રહેશે અને જાે પંદર વર્ષે તેનું રિપાર્સિંગ કરાવવાનું રહેશે. જાે આવું નહીં થાય તો લેટ રિપાર્સિંગના દંડ પેટે રોજે ૫૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જૂના ભાવની વાત કરવામાં આવે તો ટુ વ્હીલર રિપાર્સિંગ માટે પહેલા ૩૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. થ્રી વ્હીલરના દર વર્ષે ફિટનેસ માટે ૩૦૦ રૂપિયા, ૧૫ વર્ષ પછી થ્રી વ્હીલર રિપાર્સિંગ માટે ૬૦૦ રૂપિયા, ૧૫ વર્ષ પછી કાર રિપાર્સિંગ માટે ૬૦૦ રૂપિયા, દર વર્ષે ટ્રકના ફિટનેસ માટે ૮૦૦ રૂપિયા, ૧૫ વર્ષ પછી ટ્રક રિપાર્સિંગ કરવો હોય તો માત્ર ૧૨૦૦ રૂપિયા, ઈમ્પોર્ટેડ ટુ વ્હીલના નવા રજીસ્ટ્રેશન માટેના ૩૦૦ રૂપિયા, ઈમ્પોર્ટેડ ટુ વ્હીલરના ૧૫ વર્ષ બાદ રિપાર્સિંગના ૬૦૦ રૂપિયા અને ઈમ્પોર્ટેડ ફોર વ્હીલરના ૧૫ વર્ષ પછી તેના રિપાર્સિંગના ૫૦૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. હવે આ ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા ૧ ઓક્ટોબરના રોજ સ્ક્રેપ પોલીસની અમલવારી જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે ૪ ઓક્ટોબર પાર્સિંગ રિપાર્સિંગ અને ફિટનેસના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ નવમા ભાવમાં વાહનચાલકોને મોટો ફટકો પડી શકે છે કારણ કે, ખાનગી પાર્સિંગના ફોર વ્હીલના પહેલા ૬૦૦ રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે ૬૦૦ રૂપિયામાંથી તેનો ભાવ ૫૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ જે વાહનો ૧૫ વર્ષ પછી રિપાર્સિંગ કરવામાં આવશે તેનું પાંચ વર્ષ માટે જ પાર્સિંગ કરાશે. સરકાર દ્વારા જૂના વાહનોના રિપાર્સિંગ કરવાના ખર્ચમાં આટલો વધારો કરવામાં આવતાં જૂના વાહનોના રિપાર્સિંગ કરાવવાના બદલે પોલિસીમાં વેચવા કાઢવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ટુ વ્હીલર રિપાર્સિંગના નવા ભાવ ૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. થ્રી વ્હીલરનું દર વર્ષે ફિટનેસ મેળવવાનો ભાવ ૬૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તો ૧૫ વર્ષ પછી થ્રી વ્હીલર રિપાર્સિંગ કરવાનો ચાર્જ ૩૫૦૦ રૂપિયા નક્કી કરાયો છે. ૧૫ વર્ષ પછી કાર રિપાર્સિંગ કરવાનો ભાવ ૫૦૦૦ રૂપિયા, ટ્રકનો દર વર્ષનો ફિટનેસ ભાવ ૧,૫૦૦ રૂપિયા, ૧૫ વર્ષ બાદ ટ્રકનો રિપાર્સિંગ કરવાનો ભાવ ૧૨,૫૦૦ રૂપિયા, ઈમ્પોર્ટેડ નવા ટુ વ્હીલરનો રજીસ્ટ્રેશન ચાર્જ ૨૫૦૦, ૧૫ વર્ષ બાદ ઈમ્પોર્ટેડ ટૂ વ્હીલર રજીસ્ટ્રેશન ચાર્જીસ ૧૦૦૦૦ રૂપિયા અને ઈમ્પોર્ટેડ ફોર વ્હીલર ૧૫ વર્ષ પછી રિપાર્સિંગનો ચાર્જ ૪૦ હજાર રૂપિયા લેવાના છે.
