Gujarat

હવે વિદેશમાં કરાવી શકો છો ડ્રાઇવિંગ પરમિટ રિન્યૂ

નવી દિલ્હી: હવે વિદેશમાં રહેતા ભારતીયોના લાઇસન્સને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ભારત આવીને તેને રિન્યૂ કરાવવાની જરૂર નથી.ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની વૈધતા માર્ચ 2020થી અત્યાર સુધી ઘણીવાર વધારી દેવામાં આવી છે. જેને રિન્યૂ કરવવા માટે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે, આ જ ક્રમમાં હવે વિદેશમાં રહેતા ભારતીયોના લાઇસન્સને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ભારત આવીને તેને રિન્યૂ કરાવવાની જરૂર નથી.ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નાગરિક પોતાના દેશમાં જ એમ્બેસીમાં જઈને અપ્લાય કરી શકો છો.

જ્યાં તેમના દ્વારા આવેદન કરવામાં આવેલા પત્ર દેશના વાહન પોર્ટલ પર આવી જશે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે સંબંધિત નાગરિકનું આરટીઓ રિન્યૂઅલ પછી લાઇસન્સને તેના ગેશમાં આરટીઓમાં મોકલવામાં આવશે. આની સાથે જ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે હવે મેડિકલ અને વૈધ વીઝાની અનિવાર્યતા પણ હટાવી દેવામાં આવી છે. એટલે કે જો વિદેશમાં રહો છો, અને તમને પોતાના લાઇસન્સ રિન્યૂ કરાવવો છે, તો તમે આ માટે મેડિકલ કરાવવાની જરૂર નથી. જણાવવાનું કે, આજે પણ ઘણાં એવા દેશ છે, જેમાં તમને વીઝા અથવા તમારે તે દેશમાં પહોંચવા પર મળે છે કે છેલ્લા સમયે આ પ્રક્રિયાને પ્રૉસેસ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *