હાલોલ
હાલોલ તાલુકાના સાથરોટાના ગમીરપુરા ફળિયામાં રહેતા ગોપાલભાઈ રમેશ ભાઈને ફળિયામાં રહેતો અલ્પેશ અરવિંદ રાઠોડે આવી કહેલ કે ‘તું બાઈક લઈને જવ છું. ત્યારે મારી સામે મૂછો કેમ ચઢાવું છું’ કહી ઉશ્કેરાઈ જઇ ગંદી ગાળો બોલતા ગોપાલે ગાળો બોલવાનું ના કહેતા અલ્પેશે હાથમાં રહેલી લોખંડની પાઈપ ગોપાલના માથામાં મારી દેતા ગોપાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન છોડાવા પડેલ નટવરભાઈ રાઠોડને પણ મારતા ઈજાઓ પીહચી હતી. ઝગડામાં છોડાવા પડેલ અન્ય વિજય રાઠોડ અને હિતેશ રાઠોડને ઈજાઓ પહોંચી હતી. જે અંગે ફરિયાદ આપી છે. જયારે સામે પક્ષે પણ આક્ષેપો સાથે અલ્પેશ રાઠોડની પત્ની નિરુબેનએ આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે વિજય ગણપત રાઠોડ હિતેશ વિક્રમ રાઠોડ નટવર સાભઈ રાઠોડ રહે ગમીરપુરા એ ઘર આગળ આવી કહેલ કે તારો ઘરવાળો કઈ ગયો એને બાઈક અમારા પર મારી છે. કહી ઉશ્કેરાઈ જઈ ગોપાલ એ તેના હાથમાં રહેલ લોખંડનો સળિયો નિરુબેનના પગમાં મારી દેતા ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય આરોપીઓએ ગળદા પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હાલોલ તાલુકાના સાથરોટ ગામના ગમીરપુરામાં ‘તું મારી સામે કેમ મૂછો મરડે છે’. તો સામે પક્ષે ‘તે મારા પર કેમ મોટરસાયકલ મારી’ના પગલે બંને પરિવારો વચ્ચે થયેલો ઝગડો ઉગ્ર બનતા બને પરિવારો હથિયારો સાથે સામસામે આવી મારામારી કરતા બે મહિલાઓ સહિત આઠ લોકોને ઇજાઓ પહોંચતાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. પોલિસે બનાવ અંગે બને પક્ષે સામસામે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.