Gujarat

હિન્દૂ મહાસભાએ શરૂ કરી ગોડશેના નામ પર લાયબ્રેરી- જાણો શું છે હેતુ?

અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ રવિવારે વિશ્વ હિન્દી દિવસના અવસરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે પર એક લાયબ્રેરી શરૂ કરી છે. આ લાયબ્રેરીનો શુભારંભ ગ્વાલિયરમાં કરવામાં આવ્યો છે, જે ગોડસેનું જીવન અને વિચારધારાને સમર્પિત છે. ગોડસે જ્ઞાન શાળાનું ઉદ્ધાટન દોલત ગંજ સ્થિત મહાસાભાના કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ જ્ઞાનશાળામા ગોડસએ કેવી રીતે મહાત્મા ગાંધીની હત્યા કરી અને તેમના બધા જ ભાષણ અને લેખ સંબંધિત સાહિત્ય રાખવામાં આવ્યા છે.

જ્ઞાનશાળા દુનિયાને તે બતાવવા માટે ખોલવામાં આવી છે કે, ગોડસે કેટલા સાચા રાષ્ટ્રવાદી હતા. મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે કહ્યું, “પુસ્તકાયલને ખોલવાનો હેતુ દુનિયાને તે બતાવવાનો છે કે, ગોડસે એક સાચા રાષ્ટ્રવાદી હતા. તેઓ અવિભાજિત ભારત માટે લડ્યા અને મૃત્યુ પામ્યા. પુસ્તકાલયનો ઉદ્દેશ્ય તેમના સાચા રાષ્ટ્રવાદીને સ્થાપિત કરવાનો છે, જેને આજના અજ્ઞાની યુવા જાણતા નથી. ” ભારદ્વાજે કહ્યું, ‘ભારત વિભાજન જવાહરલાલ નેહરૂ અને મોહમ્મદ અલી જિન્નાની મહત્વાકાક્ષાઓને પૂરો કરવાનો છે. બંને એક રાષ્ટ્ર પર પોતાની સત્તા મેળવવા માંગતા હતા, જ્યારે ગોડશેએ હંમેશા તેનો વિરોધ કર્યો હતો.’

ભારદ્વાજે કહ્યું, ‘દેશના વિભાજનનું કોંગ્રેસે સ્વીકાર કર્યું છે. આજે તેના કારણે પાકિસ્તાન ભારતનું દુશ્મન બની ગયું છે. ભારતની ખુબ જ મોટી સંપત્તિ પાકિસ્તાનથી દેશની સુરક્ષામાં ખર્ચ થાય છે. એટલું જ નહીં, કોંગ્રેસે જ દેશમાં હિન્દૂ અને મુસલમાનો વચ્ચે નફરતની ખાઈ ઉભી કરી છે.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *