હિમાચલ પ્રદેશ થી દ્વારિકા સુધી હિમાચલ પ્રદેશ ના મહંત શ્રી ગોપીદાસ જી ની હિન્દુ ધર્મ ના હેતુ વિશ્વશાંતી માટે 3000 કીમી ની પદયાત્રા …….
સાધુ તો ચલતા ભલા…..એ કહેવત ને સાર્થક કરતા ગોપીદાસ જી મહારાજ
હિમાચલ પ્રદેશના મહંત શ્રી ગોપીદાસજી મહારાજ દ્વારા હિન્દુ ધર્મ ની જ્યોત પ્રગટાવા તેમજ પોતાના સંકલ્પ અને વિશ્વશાંતિ હેતુથી તેમજ હાલ દિવસે દિવસે વધતાં કોરોના મહામારી ને ધ્યાન મા રાખી વિશ્રવશાંતી માટે હિમાચલ પ્રદેશ થી ૩૦૦૦ હજાર કિલોમીટર ની ગુજરાત ના સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ જગત મંદિર દેવભુમી દ્વારકા સુધી પદયાત્રા કરી અને જગત મંદિર દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ ને શીશ નમાવી વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરશે..
આ સંકલ્પ ને સાર્થક કરવા સતત 10 મી વખત પદયાત્રા માટે નીકળ્યા હતા અને અંદાજીત 4 મહિના જેટલા લાંબા સમય બાદ આજે સિધ્ધ સંતો ની પવિત્ર ધરતી એવા સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આવી પહોંચ્યા હતા અને જલારામ બાપા ના દર્શન કરીને ત્યાંથી પીઠડીયા શ્રી રામ ટેકરી આશ્રમ ખાતે આવ્યા હતા ત્યારે રામટેકરી ના મહંત શ્રી રામગોપાલ દાસ જી મહારાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગોપીદાસજી મહારાજ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા વ્યવસ્થા માટે બહુચરાજી ના અગ્રણી શ્રી નરેશભાઈ ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે
આજે વિશ્વભર માં કોરોના મહામારી ના કપરા સમયે સાધુ સંતો અને મહંતો ના ત્યાગ અને સમર્પણ થી હાલ ગુજરાતમાં થોડા સમય થી કોરોના મહામારી થી થોડી રાહત થઈ છે ત્યારે વિશ્વશાંતી માટે ૩૦૦૦ હજાર કિલોમીટર ની પદયાત્રા કરી સમાજ માટે સમર્પણ અને ભક્તિની અનોખી જયોતિ હિમાચલ પ્રદેશ થી મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપીદાસજી મહારાજ એ હિન્દુ ધર્મ ને જીવન રાખી શ્રદ્ધા અને ભકિત ના ત્રિવેણી સંગમ જોવા મળે છે
રિપોર્ટ:-દેવરાજ રાઠોડ વિરપુર દ્વારા




