Gujarat

હેડક્લાર્કની પરીક્ષાનાં પેપર લીક કાંડ મુદ્દે જેતપુરમાં આપના, કાર્યકર્તાઓની અટકાયત દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેસે તે પહેલાં ધરપકડ

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પદ પરથી દૂર કરવાની માંગ સાથે જેતપુર આમ આદમી પાર્ટીના કાર્યકરતા ધરણાં કરી વિરોધ કરતાં પોલીસે  કાર્યકરોની અટકાયત બાદ મુક્ત કર્યા હતા.
તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં ગુજરાતના લાખો યુવાનોએ મહિનાઓથી કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં બની રહેલી આવી ઘટનાઓના કારણે યુવાનોનું મનોબળ તૂટી રહ્યું છે ત્યારે આ મામલે વિરોધ કર્યો હતો.
જેતપુર તાલુકા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રતીક ઉપવાસ માટે સરદારર્ચોક આમ આદમી પાર્ટી કાર્યાલય એ ધરણાં કરવા માટે જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા ઉપપ્રમખ ચિરાગ ભાઈ કાકડીયા ,ઉપ પ્રમુખ મૌલીક ગેડીયા ,જીલા મંત્રી પ્રશાંત ગાજીપરા તેમજ જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભઈ ભૂવા તેમજ જેતપુર શહેર ટીમ ભાવેશભાઈ પટેલ જામકડોરણાના પ્રમુખ હિતેશ ભાઈ પોકિયા ,પ્રમોદ ભાઈ ત્રાડા રોહીત ભાઈ ઉંધાડ ધવલભાઈ  ધામેલીયા તેમજ શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાની અટક કરી ને પોલિશ સ્ટેશને રાખવાંમાં આવ્યા હતા જેમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ સાથે જોડાયેલા દોષિતોને શોધીને કડક સજા કરવાની માંગ કરવાની સાથે અવારનવાર આવી ઘટનાઓ બને છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સીધી રીતે જવાબદાર હોવાનો આક્ષેપ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં ના થાય તે માટે અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાની માંગ આપ પાર્ટી દ્વારા કરાઈ હતી.
જેતપુરના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટીની ઓફીસ પાસે ધરણાં કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી ધરણા પર બેસે એ પહેલાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતાં ગરમાવો પ્રસર્યો હતો. અટકાયત કરેલા કાર્યકરોને એ જેતપુર પોલીસ મથકે લઈ જઈ બે કલાક બાદ મુક્ત કરાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211223-190305_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *